ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'રામાયણ'ની લૉન્ચ પાર્ટીમા થયો ખુલાસો, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મનુ ટ્રેલર

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / 'રામાયણ'ની લૉન્ચ પાર્ટીમા થયો ખુલાસો, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મનુ ટ્રેલર

Last Updated: 10:47 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રામાયણ: પાર્ટ 1નું ગ્રાન્ડ ટ્રેલર લોન્ચ દિલ્હીમાં ભવ્ય ઇવેન્ટમાં થયું છે. જેમાં રણબીર રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ અને સની દેઓલ હનુમાનના શનદાર સીન્સ સાથે ટ્રેલર રિલીઝ થયું છે. 24 જુલાઈએ વિશ્વભરમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.

1/8

photoStories-logo

1. રામાયણ ગ્રાન્ડ લોન્ચ ઇવેન્ટ

દિલ્હી આ સમયે વર્ષની સૌથી વધુ અપેક્ષિત અને ભવ્ય ફિલ્મ રામાયણ: પાર્ટ 1'ના ગ્રાન્ડ લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં આ ફિલ્મનું પ્રથમ ઓફિશિયલ ટ્રેલર બતાવવામાં આવ્યું. જેમ મેકર્સે આ દરમિયાન જણાવ્યું કે 24 જુલાઈએ વિશ્વભરમાં તેને રિલીઝ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. રામાયણનું કેવું છે ટ્રેલર ?

આ ટ્રેલર રાવણથી શરૂ થાય છે. યશની એન્ટ્રી, રાવણના યુદ્ધના સીન, રણબીરના રામની એન્ટ્રી અને સીતાની રોલમાં સાઈ પલ્લવીનું ઇન્ટ્રો શાનદાર અને અદ્ભુત લાગે છે. ટ્રેલરમાં વિઝ્યુઅલ્સની ક્વોલિટી જોરદાર છે. જેમાં તેના ટીઝર કરતાં ઘણી સારી છે. જટાયુનો સીન ટ્રેલરમાં રોમાંચ પેદા કરે તેવો છે. કૈકેઈની રોલમાંલારા અને શૂર્પણખાની ભૂમિકામાં રકુલ પણ સંપૂર્ણપણે સૂટ કરી રહ્યાં છે. અને રવિ દુબે ક્રોધમાં રહેતા લક્ષ્મણની ભૂમિકામાં માત્ર આંખો અને એક્સપ્રેશનથી જ કમાલ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. શું કહ્યું રામાયણના રાવણે ?

રામાયણના રાવણ એટલે યશ પણ આ ઇવેન્ટમાં પહોંચ્યો હતો. જેમાં તેને કહ્યું કેઝ , “આ મુકામ સુધી પહોંચવા માટે સૌથી વધુ ક્રેડિટ નમિત મલ્હોત્રાને. તેમને મને જે મોકો આપ્યો તેની બદલે આભાર, હિન્દી શીખવાનો મોકો મળ્યો. આ ભારતનું સપનું છે. દરેક આર્ટીસ્ટ, દરેક વ્યક્તિ એક જ ઉદ્દેશ્યથી ‘રામાયણ’ સાથે જોડાયેલા છે — અમે વિશ્વને પ્રભુ શ્રીરામની સ્ટોરી કહેવાની છે."

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સની દેઓલની એન્ટ્રી

સની દેઓલે રામાયણમાં હનુમાનના રોલમાં છે. આ અંગે સનીએ આ ઇવેન્ટમાં કહ્યું, “સાચું કહું તો આ ફિલ્મમાં મારું થોડું જ કામ છે. રામાયણ હિન્દુસ્તાનીઓ માટે સૌથી મોટી બાબત છે. વાહેગુરુનો આભાર કે મને હનુમાનજીનો રોલ મળ્યો. હું પૂરી કોશિશ કરીશ કે આ રોલને ન્યાય કરી શકું. પણ મજા ઘણી આવશે કારણ કે તેઓ નટખટ છે, શેતાન છે, તાકાતવર પણ છે અને રામ ભક્ત પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. કાસ્ટિંગ પર ડાયરેક્ટર

રામાયણ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારીએ કહ્યું કે, “મારું આ ખૂબ જ મંતવ્ય છે કે આર્ટીસ્ટની આંખો સાચું બોલે છે, મને હંમેશા લાગ્યું છે કે રણબીરની આંખોમાં રામ દેખાય છે અને સાઈની આંખોમાં માતા સીતા. મને રણબીર નથી દેખાતા, શ્રીરામ દેખાય છે. મને સાઈ નથી દેખાતી, માતા સીતા દેખાય છે."

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. સાઈ પલ્લવીએ શું કહ્યું?

સાઈ પલ્લવીએ કહ્યું, “મને હિન્દી બહુ આવડતી નથી, જો કોઈ ભૂલ થાય તો મને માફ કરજો. ભગવાનોના રોલ કરવા ઇઝી નથી હોતા. મેં રોલ પસંદ કર્યો નથી, આ તો મારા પર કોઈ કૃપા હતી. હું મેડિટેશન કરતી હતી કે હે માતા સીતા, મારા દ્વારા તમે આ રોલમાં ઉતરી આવો. અને મને લાગ્યું કે તેમની મારા પર કૃપા છે.”

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. નમિત મલ્હોત્રાએ શું કહ્યું?

ફિલ્મ રામાયણના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ ફિલ્મના અનુભવ વિશે કહ્યું કે, “મારું હંમેશા માનવું હતું કે એવું તો શું છે જે અમે નથી કરી શકતા અને હોલીવુડવાળા કરે છે. આથી મેં આ વિચારીને મારી કંપની ઊભી કરી. ત્યારબાદ ત્યાંથી સ્ટોરી શરૂ થઈ. મારું શરૂઆતથી માનવું હતું કે અમારી ઇન્ડસ્ટ્રી હોલીવુડથી ઘણી પાછળ છે. મેં ત્યાં કામ કર્યું અને અમારી કંપનીએ 8થી વધુ ઓસ્કાર જીત્યા છે. ત્યાં હું વિચારતો હતો કે હવે એવું શું કરવું જેથી ભારતનું નામ થાય. તો રામાયણ સિવાય કોઈ બીજા વિષય મારા દિમાગમાં આવ્યો નહતો. ત્યારથી આ સફર શરૂ થઈ છે.”

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. નિતેશ તિવારીએ શું કહ્યું?

રામાયણ ફિલ્મના ડાયરેક્ટરે ઇવેન્ટમાં કહ્યું, “ભગવાન રામે આ ફિલ્મ માટે મને પસંદ કર્યો, હું પોતાને નસીબદાર સમજું છું. આ જર્ની ખૂબ સારી રહી, મને ઘણું બધું શીખવા મળ્યું છે. રામાયણમાં જે રિલેશન અને ઇમોશન છુપાયેલા છે તે જ રામાયણને બનાવે છે. અમે ફિલ્મ બનાવવામાં કોઈ કસર નથી છોડી.”

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

grand launch trailer released Ramayana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ