બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / મેં આ રોલ પસંદ નથી કર્યો પસંદ', રામાયણમાં સીતાનો રોલ કરનાર સાઈ પલ્લવીએ શું કહ્યું?

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / મેં આ રોલ પસંદ નથી કર્યો પસંદ', રામાયણમાં સીતાનો રોલ કરનાર સાઈ પલ્લવીએ શું કહ્યું?

Last Updated: 12:04 AM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રામાયણના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં સાઈ પલ્લવીએ સીતાના પવિત્ર રોલને મહત્વ આપતાં કહ્યું કે આ રોલ પસંદ નથી કર્યો, પરંતુ તેમને પસંદ કરવામાં આવ્યા છે અને મેડિટેશન દ્વારા તેની તૈયારી કરી છે.

1/6

photoStories-logo

1. રામાયણ

દેશની રાજધાની દિલ્હીમાં નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1'નું ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાયું હતું. આ સમયે ફિલ્મની પ્રથમ ઝલકે લોકોના રોંગટા ખડા કરી દીધા હતા. આ દરમિયાન રામાયણની કાસ્ટ હાજર રહી હતી.જેમાં આં ફિલ્મમાં માતા સીતાનો રોલ ભજવનારી એક્ટ્રેસ સાઈ પલ્લવીએ અનેક મહત્વની વાતો કરી હતતી.સાઈએ પોતાની વાતની શરૂઆત હિન્દીમાં બોલતી વખતે થતી કોઈપણ ભૂલ માટે પહેલેથી જ માફી માંગીને કરી હતી. ત્યારબાદ સીતાના રોલ માટે પસંદ થવા અંગે વાત કરતાં તેને હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓનો ઉપયોગ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શું કહ્યું સાઈ પલ્લવીએ ?

આ ઇવેન્ટ દરમિયાન એક્ટ્રેસે કહ્યું, “આવા રોલ સરળતાથી મળતા નથી. જ્યારે તમે એવા વ્યક્તિનો રોલ ભજવી રહ્યાં હોવ જેને ભગવાનના સ્વરૂપમાં પૂજવામાં આવે છે, તો તેને સામાન્ય કામની જેમ લઈ શકાય નહીં.” સાઈએ કહ્યું કે આવા પ્રોજેક્ટમાં દરેક વિભાગને સપૂર્ણપણે સમર્પિત થવું જરૂરી છે, કેમ કે તેની અસર થિયેટરમાં ફિલ્મ ચાલ્યા બાદ પણ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મેકર્સ વિશે શું કહ્યું?

તેમને આ રોલ માટે વિશ્વાસ મૂકવા બદલ મેકર્સનો આભાર માન્યો હતો પરંતુ એ પણ કહ્યું કે તેમને આને ક્યારેય પોતાના માટે રોલ માન્યો નથી. સાઈએ કહ્યું, “જ્યારે સીતા માતાનો રોલ ભજવવાની વાત આવે છે તો મને લાગતું નથી કે મેં આ રોલ પસંદ કર્યો છે. મારું માનવું છે કે મને આ રોલ ભજવવા માટે પસંદ કરવામાં આવી છે.”

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સીતાના રોલ માટે તૈયારીઓ

તેને કહ્યું કે, “આ એવી વસ્તુ નથી જેની પાછળ તમે દોડી શકો કે કાગળ પર લખીને નક્કી કરી શકો કે તેને કેવી રીતે રોલ કરવાનો છે.” સાઈએ કહ્યું કે એના માટે મેડિટેશન તેમની તૈયારીનો મહત્વનો ભાગ બની ગયું છે. સીતા કેવી રીતે બોલે, ચાલે કે પ્રતિક્રિયા આપે તે નક્કી કરવાને બદલે તેને પોતાની પ્રતિક્રિયાને શાંત રાખવા અને તે રોલ માટે પોતાને ખુલ્લું રાખવાનો પ્રયાસ કર્યો હતો."

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બધા માટે એક મહત્વનો દિવસ

સાઈએ દિલ્હીના આ ઇવેન્ટને માત્ર એક્ટર્સ માટે જ નહીં, પરંતુ તે લોકો માટે પણ મહત્વનો સમય ગણાવ્યો જેઓ કાસ્ટ સેટ પર આવતા પહેલાં વર્ષોથી આ ફિલ્મ બનાવવામાં મહેનત કરી રહ્યા છે. તેને કહ્યું કે, “હોઈ શકે કે મેં આ ફિલ્મ પર લગભગ ત્રણ વર્ષ કામ કર્યું હોય, પરંતુ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો ઘણા વધુ સમયથી જોડાયેલા છે. આથી આજનો દિવસ અમારા બધા માટે મહત્વનો છે.”

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફિલ્મ ક્યારે થશે રિલીઝ ?

નિતેશ તિવારીના ડાયરેક્શન અને નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝના પ્રોડક્શનમાં બની રહેલી 'રામાયણ'માં રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ IMAX માટે શૂટ થઈ રહી છે. તેનો પહેલો ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે. તેનું ઓફિશિયલ ટ્રેલર 24 જુલાઈએ વિશ્વભરમાં રિલીઝ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

trailer launch Ramayana Sai Pallavi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ