બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / પુરુષોની અપેક્ષાઓના લીધે કરાવે છે બ્યુટી સર્જરી, કોસ્મેટીક પ્રોસિજર પર શું બોલી દિયા મિર્ઝા?
5 ફોટો ગેલેરી
Last Updated: 08:56 PM, 18 July 2026
1/5
બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા ખુલ્લા વ્યક્તિત્વ માટે જાણીતી છે. તેઓ ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટીવ રહે છે અને સમાજના વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરે છે. તાજેતરમાં તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા બ્યુટીના એસ્પેક્ટેડ ધોરણો વિશે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.
2/5
દિયા મિર્ઝાએ કહ્યું કે, સ્ત્રીઓને પુરુષો તરફથી અનિચ્છનીય સલાહો મળે છે. તેમને વય સંબંધિત ભેદભાવ (એજિઝમ)નો પણ સામનો કરવો પડ્યો છે. પુરુષો વારંવાર તેમને કહેતા કે તેમારે શરીરમાં શું ફેરફાર કરવા જોઈએ, કોસ્મેટિક પ્રોસિજર કરાવવા જોઈએ અથવા પોતાને વધુ આકર્ષક બનાવવા જોઈએ. તેમણે ઉમેર્યું કે “આવી વાતો હંમેશા પુરુષો તરફથી જ આવે છે.”
3/5
4/5
દિયા મિર્ઝાએ કહ્યું કે જ્યારે સ્ત્રીઓને લાગે છે કે તેમનો લુક બ્યુટીના જનરલ સ્ટાન્ડર્ડ પર નથી બેસતો ત્યારે તેમને વારંવાર પોતાના લુક બદલવાની અનવોન્ટેડ સલાહ મળે છે. દિયા મિર્ઝાએ વધુમાં જણાવ્યું કે આજકાલ વધુ સંખ્યામાં સ્ત્રીઓ કોસ્મેટિક પ્રોસિજર કરાવી રહી છે. આ ઇન્ડસ્ટ્રી મોટેભાગે પુરુષો ચલાવે છે અને તેઓ ડરના આધારે તેને આગળ વધારે છે.
5/5
દિયાએ ચિંતા વ્યક્ત કરી કે જો કોઈ સ્ત્રી પોતાની નેચરલ બ્યુટીથી સંતુષ્ટ નથી અને પોતાના ફીચર્સ સુધારવાનો નિર્ણય લે છે તો તેના પાછળ અનેક વખત પુરુષો દ્વારા આપવામાં આવેલી ટીકા અને એક્સ્પેક્ટેશન હોય છે. આ ડરામણી વાત છે. આવા પ્રોસિજર બાદ પણ સ્ત્રીઓને ડીઝાયર્ડ ઈમોશનલ સંતોષ મળતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ