બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમા ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, અનેક લોકો દાઝ્યા, 5થી વધુ ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે

BIG NEWS / અમદાવાદમા ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, અનેક લોકો દાઝ્યા, 5થી વધુ ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે

Published By: Vishal Khamar

Last Updated: 05:01 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડા રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે.

અમદાવાદ શહેરના રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. સાથે જ અનેક એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળે બચાવ અને શોધખોળની કામગીરી ચાલુ હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ''...તો હું તમારો ભાઇ નથી'', નોટિસ બાદ રકમ ભરપાઈ ના કરતા ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એક્શનમાં

પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે અને આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. ફેક્ટરીમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ramol Gatrad Road fire Firecracker factory fire Ahmedabad fire

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ