બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રાજામૌલીની 'વારાણસી'માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / રાજામૌલીની 'વારાણસી'માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ

Last Updated: 04:39 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના 43માં જન્મદિવસના ખાસ અવસરે દિગ્ગજ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીએ તેમની આગામી મહાકાય ફિલ્મ 'વારાણસી' માંથી અભિનેત્રીનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે.

1/5

photoStories-logo

1. રાજામૌલીની 'વારાણસી'માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની એક્ટિંગનો ડંકો વગાડનાર ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા 18 July ના રોજ પોતાનો 43rd જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે વિશ્વભરમાંથી ફેન્સ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ દરમિયાન 'બાહુબલી' અને 'RRR' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર મહાન ભારતીય નિર્દેશક એસ.એસ. રાજામૌલીએ સિનેમાપ્રેમીઓને એક અદભુત સરપ્રાઈઝ આપી છે. રાજામૌલીએ પોતાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'વારાણસી' માંથી પ્રિયંકા ચોપરાનો અત્યંત પાવરફુલ અને ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર શેર કરીને અભિનેત્રીને જન્મદિવસની ખાસ શુભકામનાઓ પાઠવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એસ.એસ. રાજામૌલીએ શેર કરી તસવીરો

ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રિયંકા ચોપરાની બે તસવીરો શેર કરી છે, જે ફિલ્મમાં તેના બે અલગ-અલગ મૂડ અને પાત્રોને દર્શાવે છે. એક તસવીરમાં પ્રિયંકા ચોપરા બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે, જેમાં તેના ચહેરા પર એક તીખો, આક્રમક ગુસ્સો અને મજબૂત વ્યક્તિત્વ સાફ દેખાઈ રહ્યું છે. બીજી તસવીરમાં પીસી (PC) પ્રકૃતિની સુંદર વાદીઓ વચ્ચે મુક્તપણે ઉછળતી-કૂદતી નજરે પડે છે. તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ કોઈ ગીતના દ્રશ્યો છે. આ લુક વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ફેન્સે કમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. યુઝર્સે લખ્યું, "હેપ્પી બર્થડે ક્વીન", "દેશી ગર્લ ઇઝ બેક" અને "આ ફિલ્મની હવે આતુરતાથી રાહ જોવાઈ રહી છે."

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 'વારાણસી' માં જોવા મળશે ભવ્ય ગ્લોબલ એડવેન્ચર

એસ.એસ. રાજામૌલીના નિર્દેશનમાં બની રહેલી 'વારાણસી' એક મહાકાવ્ય એક્શન-એડવેન્ચર (Epic Action-Adventure) ફિલ્મ છે. આ ફિલ્મમાં ભારતીય પૌરાણિક કથાઓ, રહસ્ય અને દુનિયાના અલગ-અલગ દેશોમાં થતા રોમાંચનું અદભુત મિશ્રણ જોવા મળશે. આ વાર્તા ઘણી બધી ટાઈમલાઈન અને વિવિધ દેશોની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ભવ્ય પ્રોજેક્ટને કે.એલ. નારાયણ અને એસ.એસ. કાર્તિકેય પ્રોડ્યુસ કરી રહ્યા છે, જ્યારે ફિલ્મનું સંગીત ઓસ્કાર વિજેતા એમ.એમ. કીરવાણી આપી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફિલ્મની સ્ટાર કાસ્ટ અને દમદાર પાત્રો

આ ફિલ્મમાં દેશ અને દુનિયાના દિગ્ગજ કલાકારો એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. મહેશ બાબુ 'રૂદ્ર' ના મુખ્ય અને પાવરફુલ પાત્રમાં જોવા મળશે તો પ્રિયંકા ચોપરા 'મંદાકિની' ના રોયલ અને ગ્લેમરસ રોલમાં જોવા મળશે. પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય વિલન 'કુંભા' ના ખતરનાક રોલમાં છે તો પ્રકાશ રાજ એક અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ભારતની સૌથી મોંઘી ફિલ્મ?

મીડિયા રિપોર્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, 'વારાણસી' નું અંદાજિત બજેટ 150 મિલિયન ડોલર (આશરે 1,200 થી 1,400 કરોડ રૂપિયા) ની આસપાસ છે. આ જ કારણે તેને ભારતીય સિનેમાના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી અને ભવ્ય ફિલ્મ માનવામાં આવી રહી છે. જોકે, મેકર્સ દ્વારા હજી સુધી સત્તાવાર રીતે બજેટના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SSRajamouli Varanasi PriyankaChopra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ