બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાથી પકડાયેલા આતંકવાદીઓ મામલે અનેક ખુલાસા, CCTV ફૂટેજ આવ્યા સામે, આ હોટલમાં રોકાયા હતા
Last Updated: 04:47 PM, 18 July 2026
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓની તપાસ દરમિયાન નવા અને મહત્વના ખુલાસા સામે આવ્યા છે. તપાસ એજન્સીના હાથે શંકાસ્પદ આતંકીની હિલચાલ દર્શાવતા CCTV ફૂટેજ મળ્યા છે, જેમાં આરોપી બિલાલ શેરા પોતાના મિત્ર સાથે હોટેલમાંથી બહાર નીકળતો જોવા મળે છે.
ADVERTISEMENT
એક વર્ષથી શહેરની હોટેલ દિવ્યામાં રહેતો
તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ શેરા છેલ્લા એક વર્ષથી શહેરની હોટેલ દિવ્યામાં રહેતો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી હોટેલમાં રોકાણ દરમિયાન મોટાભાગે કેશમાં જ ચુકવણી કરતો હતો, જેથી તેની હિલચાલ અને ઓળખ અંગે ઓછું ધ્યાન જાય.
ADVERTISEMENT
ADVERTISEMENT
ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે આરોપી માત્ર રાત્રે ઊંઘવા માટે જ હોટેલમાં આવતો હતો, જ્યારે દિવસ દરમિયાન તે આસપાસના વિસ્તારમાં કામ કરવા માટે જતો હતો. તેના દૈનિક રૂટિન અને સંપર્કોની વિગતો મેળવવા માટે ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે
સામે આવેલા CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ એજન્સી આરોપીના નેટવર્ક, સ્થાનિક સંપર્કો તેમજ તેની પ્રવૃત્તિઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમા ફટાકડા ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, અનેક લોકો દાઝ્યાની, 5થી વધુ ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે
ગુજરાત ATS દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ ચાલુ છે અને સુરક્ષા એજન્સીઓ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.