બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ક્લાસમાં છોકરાઓ નહોતા, તો રોમાન્સ કરવા લાગ્યા ટીચર્સ, વીડિયો થઈ ગયો વાયરલ

શરમજનક / ક્લાસમાં છોકરાઓ નહોતા, તો રોમાન્સ કરવા લાગ્યા ટીચર્સ, વીડિયો થઈ ગયો વાયરલ

Priykant Shrimali

Last Updated: 06:36 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kannauj School Viral Video : સરકારી શાળાના વર્ગખંડમાં શિક્ષક અને શિક્ષિકા એકાંતમાં હતા. આ દરમિયાન કોઈએ તેમનો વીડિયો બનાવી લીધો, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Kannauj School Viral Video : ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં શિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં મૂકી દેતી ઘટના સામે આવી છે. સરકારી પ્રાથમિક શાળાના વર્ગખંડમાં શિક્ષક અને શિક્ષિકાનો અંગત પળો દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓને ભણાવવા માટે બનાવવામાં આવેલા ક્લાસરૂમમાં જ બંને શિક્ષકો અયોગ્ય વર્તન કરતા હોવાનું વીડિયો સામે આવતાં શિક્ષણ વિભાગે તાત્કાલિક બંનેને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે.

વર્ગખંડનો વીડિયો વાયરલ

મળતી માહિતી મુજબ કન્નૌજ જિલ્લાના એક સરકારી શાળાના વર્ગખંડમાં શિક્ષક અને શિક્ષિકા એકાંતમાં હતા. આ દરમિયાન કોઈએ તેમનો વીડિયો બનાવી લીધો હતો. બાદમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો જિલ્લા શિક્ષણ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. વીડિયોમાં બંને શિક્ષકો શાળાની ગૌરવ અને શિક્ષક તરીકેની જવાબદારીને શોભે નહીં તેવું વર્તન કરતા જોવા મળ્યા હોવાનું કહેવાય છે.

શિક્ષણ વિભાગ એક્શનમાં

વિડિયો વાયરલ થયા બાદ બેઝિક શિક્ષણ વિભાગે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી. પ્રાથમિક તપાસમાં વીડિયો સંબંધિત શાળાનો હોવાનું સામે આવતાં બંને શિક્ષકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ સમગ્ર ઘટનાની વિભાગીય તપાસના આદેશ આપ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

શાળાની છબીને નુકસાન પહોંચ્યું

સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. વાલીઓનું કહેવું છે કે જ્યાં બાળકો શિક્ષણ લેવા જાય છે, ત્યાં આવી ઘટના બનવી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. શિક્ષકો સમાજ માટે આદર્શ માનવામાં આવે છે ત્યારે તેમની આવી હરકતથી સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચો : એકસાથે 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ! જાણો રથયાત્રાના દિવસે કેવું રહેશે હવામાન

તપાસ બાદ આગળની કાર્યવાહી થશે

શિક્ષણ વિભાગનું કહેવું છે કે વાયરલ વીડિયો અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસમાં વીડિયો સાચો હોવાનું અને બંને શિક્ષકોની સંડોવણીની પુષ્ટિ થશે તો સેવા નિયમો મુજબ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kannauj School Viral Video Classroom Video Teacher Viral Video
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ