બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફિલ્મી સ્ટાઈલમાં એસટી બસનો પીછો કરી પોલીસે અપહ્યત બાળકને છોડાવ્યું, માત્ર 5 કલાકમાં ઝડપાયા આરોપીઓ

પોરબંદર / ફિલ્મી સ્ટાઈલમાં એસટી બસનો પીછો કરી પોલીસે અપહ્યત બાળકને છોડાવ્યું, માત્ર 5 કલાકમાં ઝડપાયા આરોપીઓ

Priykant Shrimali

Last Updated: 06:23 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Porbandar Child Kidnapping : પોરબંદર પોલીસે માત્ર ચારથી પાંચ કલાકમાં ટેક્નિકલ સર્વેલન્સ, CCTV અને બસનો પીછો કરીને બાળકને સુરક્ષિત છોડાવી માતાના ખોળામાં પરત પહોંચાડી દીધું

Porbandar Child Kidnapping : પોરબંદર: પતિનું એક મહિના પહેલાં જ અવસાન થયું હતું. 11 મહિનાના બાળકને લઈને નિરાધાર માતા મંદિર પાસે બેઠી હતી. તેની આસપાસ કોઈ પરિવાર નહોતો, કોઈ સગા નહોતા અને કોઈ પૂછનાર પણ નહોતું. બસ, આ જ લાચારી પર ચાર લોકોની નજર પડી. પહેલાં મહિલાએ માતા સાથે વાતચીત કરીને તેની પરિસ્થિતિ જાણી, પછી થોડા જ સમયમાં મહિલા સહિત ચાર આરોપીઓએ 11 મહિનાના બાળકને માતાના હાથમાંથી ઝૂંટવી લીધું અને ફરાર થઈ ગયા. જોકે, પોરબંદર પોલીસે માત્ર ચારથી પાંચ કલાકમાં ટેક્નિકલ સર્વેલન્સ, CCTV અને બસનો પીછો કરીને બાળકને સુરક્ષિત છોડાવી માતાના ખોળામાં પરત પહોંચાડી દીધું.

ભૂતનાથ મહાદેવ મંદિર નજીક બનેલી આ ઘટનાએ સમગ્ર પોરબંદરને હચમચાવી દીધું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ બાળકનું અપહરણ ભીખ મગાવવા માટે કર્યું હતું. બાળકની માતા નિરાધાર છે અને ફરિયાદનો પીછો કરનાર કોઈ નહીં હોય એવી ધારણાથી જ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

પહેલા રેકી કરી... પછી બાળક ઝૂંટવી લીધું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગની મહિલા સભ્યે પહેલાં બાળકની માતા સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેને ખબર પડી કે મહિલાના પતિનું તાજેતરમાં અવસાન થયું છે અને સાસરી તેમજ પિયરપક્ષમાંથી પણ કોઈ સહારો નથી. આ માહિતી મળ્યા બાદ ગેંગે બાળકનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. મોડી સાંજે મહિલા સહિત ત્રણ પુરુષો માતા પાસે પહોંચ્યા અને પળવારમાં બાળકને હાથમાંથી ઝૂંટવીને ફરાર થઈ ગયા.

મદદ માટે રડતી રહી માતા... કોઈ આગળ ન આવ્યું

બાળકને લઈ જતાં જ માતા બુમો પાડી આસપાસના લોકો પાસે મદદ માંગતી રહી. લગભગ 10થી 15 મિનિટ સુધી તે લોકો પાસે વિનંતી કરતી રહી, પરંતુ કોઈ મદદે આવ્યું નહીં. અંતે લાચાર માતા સીધી પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી.

CCTVથી બસ સુધી... પછી શરૂ થયો ચેઝ

ફરિયાદ મળતાં જ પોરબંદર પોલીસે શહેરના CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન આરોપીઓ બસમાં ભાગી રહ્યા હોવાની માહિતી મળતાં જ પોલીસની વિવિધ ટીમો એલર્ટ થઈ ગઈ. પોરબંદર LCB, વેરાવળ LCB, કીર્તિમંદિર પોલીસ, કમલાબાગ પોલીસ અને ST વિભાગે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું. બસનો પીછો કરીને માંગરોળ નજીક ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અને બાળકને સુરક્ષિત રીતે છોડાવી લેવામાં આવ્યું.

'ભીખ મગાવવા માટે બાળક ઉઠાવ્યું'

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે બાળકનું અપહરણ ભીખ મગાવવાના ઈરાદે કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે નરશી જીવા ભાટી, કિશન જીવા ભાટી, સોમા મોતીભાઈ ભાટી અને સોનલ સોમા ભાટીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : 16 કિમીના રૂટ પર 30 હજાર પોલીસ, 3700 CCTV, 100થી વધુ ડ્રોન અને AIથી થશે રથયાત્રાની સુરક્ષા, અભેદ્ય કિલ્લામાં ફેરવાશે આખો રૂટ

DYSP ઋતુ રાબાએ શું કહ્યું?

DYSP ઋતુ રાબાએ જણાવ્યું હતું કે, "ફરિયાદ મળતાં જ પોલીસે ટેક્નિકલ માહિતી અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. બસ સ્ટેન્ડના ફૂટેજમાંથી આરોપીઓ કઈ બસમાં બેઠા છે તેની માહિતી મળી હતી. ત્યારબાદ વિવિધ પોલીસ ટીમોએ બસનો પીછો કરીને માત્ર 4થી 5 કલાકમાં બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યું. ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ ભીખ મગાવવા માટે બાળકનું અપહરણ કર્યું હતું. બાળકની માતાની નિરાધાર પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Porbandar Child Kidnapping Baby Kidnapping Mahadev Temple, Child Trafficking, Gujarat Police, Porbandar Police
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ