બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / PM-KISAN ના 24મા હપ્તાની રાહ પૂરી! ખાતામાં પૈસા ક્યારે આવશે? જાણો
Last Updated: 06:55 PM, 15 July 2026
PM Kisan Yojana 24th installment: તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર ઉપયોગી થઈ શકે છે. જો બધું બરાબર રહ્યું તો સરકાર શારદીય નવરાત્રિની આસપાસ યોજનાનો 24મો હપ્તો મોકલી શકે છે. નોંધનીય છે કે સરકારે 20 જૂન 2026 ના અગાઉનો 23મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો.
ADVERTISEMENT
નવરાત્રિ ક્યારે છે?
શારદીય નવરાત્રિ 2026 ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં શરૂ થશે. તેથી, એવો અંદાજ છે કે સરકાર 10 ઓક્ટોબર પછી ગમે ત્યારે PM-KISAN નો 24મો હપ્તો બેંક ખાતામાં આવી શકે છે. નોંધનીય છે કે હપ્તા સામાન્ય રીતે દર ચાર મહિને પાત્ર ખેડૂતોને આપવામાં આવે છે.
ADVERTISEMENT
યોજના વિશે
કેન્દ્ર સરકારે 2019 માં પીએમ કિશાન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ દેશના તમામ જમીન માલિક ખેડૂત પરિવારોને તેમની આવક વધારવા માટે ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે ₹6,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ હપ્તા દીઠ ₹2,000 છે. જે ખેડૂતોએ પોતાનું eKYC પૂર્ણ કર્યું છે, જેમના બેંક ખાતા તેમના આધાર કાર્ડ સાથે જોડાયેલા છે, અને જેમના જમીન રેકોર્ડ પીએમ કિસાન પોર્ટલ પર નોંધાયેલા છે તેઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / ''ત્રીજું બાળક થવાના કારણે...'', સુપ્રીમ કોર્ટનું સખ્ત વલણ, કહ્યું ''દેશ બદલાઇ ગયો''
ADVERTISEMENT
eKYC પૂર્ણ કરવું શા માટે ફરજિયાત છે?
યોજનાના લાભો મેળવવા માટે EKYC ફરજિયાત છે. ખેડૂતો તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ઇકેવાયસી પણ પૂર્ણ કરી શકે છે. આ કરવા માટે પહેલા ગુગલ પ્લે સ્ટોર પરથી PM-Kisan મોબાઇલ એપ્લિકેશન અને Aadhaar Face RD એપ્લિકેશન ડાઉનલોડ કરો. આગળ એપ્લિકેશન ખોલો અને તમારા પીએમ કિસાન-રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી લોગ ઇન કરો. તમે ઘરે બેઠા ઇકેવાયસી પુર્ણ કરી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.