બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / દરિયાકાંઠે વિકાસની નવી લહેર! પોરબંદરમાં બનશે શિપબિલ્ડિંગ હબ, વાડીનારમાં 1570 કરોડનો શિપ રિપેરિંગ પ્રોજેક્ટ
Last Updated: 07:18 PM, 15 July 2026
Vadinar Ship Repair Facility : ગુજરાતને મેરિટાઇમ સેક્ટરમાં વધુ એક મોટી ભેટ મળી છે. કેન્દ્રના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે પોરબંદર જિલ્લામાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર અને કચ્છના અખાતમાં આવેલા વડીનારમાં ₹1,570 કરોડના અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બંને પ્રોજેક્ટને શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ (SbDS) હેઠળ મંજૂરી આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક શિપબિલ્ડિંગ હબ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
ADVERTISEMENT
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સરબાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના મેરિટાઇમ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. હવે આગામી તબક્કામાં ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક શિપબિલ્ડિંગ અને શિપ રિપેર હબ તરીકે વિકસાવવામાં આવશે.
ADVERTISEMENT
પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં લગભગ 2 હજાર એકર જમીન પર ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ નેશનલ શિપબિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-ગુજરાત (NSHIP-Gujarat) દ્વારા વિકસાવવામાં આવશે, જે કેન્દ્રના બંદરો મંત્રાલય અને ગુજરાત મેરીટાઇમ બોર્ડનું સંયુક્ત વિશેષ હેતુવાળું સંસ્થાન (SPV) છે.
આ ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ, સહાયક ઉત્પાદન એકમો, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો ઉભા કરવામાં આવશે. અહીં દર વર્ષે 12 લાખથી 15 લાખ ગ્રોસ ટનેજ (GT) ક્ષમતાવાળા મોટા કોમર્શિયલ જહાજોનું ઉત્પાદન થઈ શકશે. આ પ્રોજેક્ટથી ગુજરાત દેશના હેવી ટનેજ જહાજોના નિર્માણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.
ADVERTISEMENT
The Union Cabinet has approved the development of a state‑of‑the‑art Ship Repair Facility at Vadinar, Gujarat, marking a major expansion of the national ship repair ecosystem.
— Ministry of Information and Broadcasting (@MIB_India) May 5, 2026
The project will be jointly implemented by Deendayal Port Authority (DPA) and Cochin Shipyard Limited… pic.twitter.com/KtecIJ21fx
ADVERTISEMENT
બીજો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કચ્છના અખાતમાં આવેલા વડીનાર ખાતે તૈયાર થનાર ₹1,570 કરોડનું શિપ રિપેર ફેસિલિટી છે. આ પ્રોજેક્ટ કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે પાત્ર મૂડીરોકાણ પર 25 ટકા નાણાકીય સહાય આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ADVERTISEMENT
વડીનારમાં બનનારી આ સુવિધામાં 650 મીટર લાંબી જેટી, બે મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક, આધુનિક વર્કશોપ અને અન્ય મેરિન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે. વડીનારની કુદરતી ઊંડી દરિયાઈ ક્ષમતા, આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પરનું સ્થાન અને મુન્દ્રા તથા દીનદયાળ પોર્ટની નજીક હોવાના કારણે આ ફેસિલિટી ભારતના સૌથી મોટા શિપ રિપેર હબમાં સામેલ થશે. અહીં 300 મીટર સુધીના મોટા કોમર્શિયલ જહાજોનું સમારકામ શક્ય બનશે, જેના કારણે વિદેશી શિપ રિપેર યાર્ડ પર ભારતની નિર્ભરતા ઘટશે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે બંને પ્રોજેક્ટ ભારતના મેરિટાઇમ સેક્ટરની સ્પર્ધાત્મકતા વધારશે. આ પ્રોજેક્ટથી મોટા પાયે રોજગારીનું સર્જન થશે, સ્થાનિક મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ મજબૂત બનશે, સપ્લાય ચેઇન વિકસશે અને ભારત વૈશ્વિક શિપબિલ્ડિંગ ઉદ્યોગમાં વધુ મજબૂત સ્થાન મેળવશે. તેમણે ઉમેર્યું કે આ બંને પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.