બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શુભમન ગિલે ડંકો વગાડ્યો, બન્યો ODIમાં આવું પરાક્રમ કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન

સ્પોર્ટ્સ / શુભમન ગિલે ડંકો વગાડ્યો, બન્યો ODIમાં આવું પરાક્રમ કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન

Nirav Kumar

Last Updated: 10:38 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં કેપ્ટન શુભમન ગિલે ફિફટી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગિલ ODIમાં સ્ટ્રાઇક રેટ 100+ અને એવરેજ 60+ ધરાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલએ 259 રનના ટાર્ગેટનો પીછો કરતા ફિફટી મારી છે. . આ સાથે તેણે વનડે ક્રિકેટમાં એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. જેમાં શુભમન ગિલ વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે જેનો ODI ક્રિકેટમાં સ્ટ્રાઇક રેટ 100થી વધુ અને એવરેજ 60થી વધુ છે. આ આંકડો ઓછામાં ઓછી 50 ઇનિંગ્સ રમી ચૂકેલા બેટ્સમેનોનો છે.

એબી ડિવિલિયર્સ જેવા કેટલાક મહાન બેટ્સમેનોએ 100થી વધુ સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે પરંતુ તેમની સરેરાશ ક્યારેય 60 સુધી પહોંચી નથી. વિરાટ કોહલી અને સચિન તેંડુલકર પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી. આમ શુભમન ગિલે આ ઐતિહાસિક સિદ્દી મેળવી છે. .આ મેચ પહેલાં ગિલની ODI એવરેજ 59 હતી. ફિફટી બાદ તેમની એવરેજ 60ને પાર કરી ગઈ છે. તે હાલમાં 50થી વધુ વનડે ઇનિંગ્સ રમ્યા બાદ વિશ્વના નંબર-1 બેટ્સમેન બની ગયો છે.

  • ODIમાં સૌથી વધુ એવરેજવાળા ટોપ-5 બેટ્સમેન
  1. શુભમન ગિલ — 60.0
  2. 2 વિરાટ કોહલી — 58.5
  3. 3 ડેરિલ મિશેલ — 58.0
  4. માઇકલ બેવન — 53.6
  5. એબી ડિવિલિયર્સ —53.5

આ મેચની વાત કરીએ તો, શુભમન ગિલે અત્યાર સુધીમાં 75 બોલમાં 80 રન ( 11 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે) બનાવ્યા છે. મેચની શરૂઆતમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સસ્તામાં આઉટ થયા હતા. આ મેચમા તે 80 રને રિટાયર્ડ હર્ટ થયો છે.

વધુ વાંચો : વિરાટ અને ગૌતમ ગંભીર વચ્ચે ફરી વધી દૂરી? વનડે સિરીઝ પહેલાં રિપોર્ટથી ચર્ચાનો માહોલ

કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલના પ્રદર્શનમાં સુધારો જોવા મળ્યો છે. જેમાં 2025માં રોહિત શર્માની ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમને ભારતીય ટીમના વનડે અને ટેસ્ટ કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે T20 ટીમની કેપ્ટની શ્રેયસ અય્યરના હાથમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

first ODI world record Shubman Gill
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ