બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ-આરતી બાદ હર્ષ સંઘવીએ કર્યું રૂટ નિરીક્ષણ, જાણો ત્રિ-દિવસીય કાર્યક્રમ
Last Updated: 08:23 PM, 14 July 2026
અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે મેદાનમાં ઉતર્યા છે.
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી લઈને ભગવાનના મોસાળ સરસપુર સુધીના સમગ્ર રથયાત્રા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સંવેદનશીલ ગણાતા તંબુ ચોકી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
આ રૂટ નિરીક્ષણ દરમિયાન રાજ્યના પોલીસ વડા (DGP), અમદાવાદ પોલીસ કમિશનર (CP), જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. DyCMએ પોલીસ દ્વારા ઉભી કરવામાં આવેલી અભેદ્ય સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
ADVERTISEMENT
રૂટ નિરીક્ષણ દરમિયાન શહેરના વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકોએ નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. હર્ષ સંઘવીએ તમામ સમાજના સહકાર બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રથયાત્રા એકતા અને આસ્થાનું સૌથી મોટું પ્રતીક છે.
ADVERTISEMENT
રથયાત્રા પૂર્વે ભગવાનનો અલૌકિક સોનાવેશ અને રથ પ્રતિષ્ઠા
રથયાત્રાના એક દિવસ પૂર્વે એટલે કે 15 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીનો ભવ્ય સોનાવેશ શણગાર કરવામાં આવશે. સવારે 10:30 વાગ્યે યોજાનારા આ વિશેષ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આ સાથે રથયાત્રાના અગ્રેસર ગજરાજોની વિશેષ પૂજા વિધિ પણ કરવામાં આવશે. સવારે 11:30 વાગ્યે મંદિર પ્રાંગણમાં ત્રણેય પવિત્ર રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે રથ પૂજન અને આરતીનું આયોજન થશે, જ્યારે રાત્રે 8 વાગ્યે વિશેષ પૂજા અને ભક્તિમય સંધ્યા આરતી યોજાશે.
ADVERTISEMENT
મંગળા આરતી સાથે શરૂ થશે ભવ્ય રથયાત્રા
ADVERTISEMENT
રથયાત્રાના મુખ્ય દિવસે 16 જુલાઈના રોજ વહેલી સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક મંગળા આરતી યોજાશે. હજારો ભક્તોની હાજરીમાં હરિનાદ સાથે આ ધાર્મિક વિધિ સંપન્ન થશે.
સવારે 4:30 વાગ્યે ભગવાનને પરંપરાગત ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ સવારે 5:30થી 6 વાગ્યાના શુભ ચોઘડિયામાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનો રથમાં શાહી પ્રવેશ કરાવવામાં આવશે.સવારે 7 વાગ્યે મુખ્ય મહેમાનો દ્વારા પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજીની ભવ્ય 149મી રથયાત્રા નગરચર્યા માટે પ્રસ્થાન કરશે.
ADVERTISEMENT
"149મી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ" : હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "રથયાત્રા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. 149મી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીના ચરણોમાં નમન કરીને રિહર્સલની શરૂઆત કરવામાં આવી છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "તંત્રના તમામ વિભાગોએ દિવસ-રાત મહેનત કરીને વ્યવસ્થા તૈયાર કરી છે. આરતી બાદ અધિકારીઓ સાથે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ સમાજના લોકો રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરશે."
રથયાત્રામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, 10 IG સહિત હજારો જવાનો તૈનાત
અમદાવાદ પોલીસે રથયાત્રાની સુરક્ષા માટે વિશેષ આયોજન કર્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ વખતે રથયાત્રા માટે 16 સુરક્ષા ઝોન બનાવવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થામાં 10 IG, 42 DCP અને 88 ACP સહિત 800થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત મિલેટ્રી અને પેરામિલેટ્રી દળોને પણ સુરક્ષા કામગીરીમાં જોડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ 12 વર્ષના માસૂમ પર ભારે પડ્યો ભણતરનો ભાર, બેસી ગયો મુંબઈ જતી ટ્રેનમાં અને પછી...!
ગજરાજોથી શરૂ થતી અને રથ સુધી પહોંચતી યાત્રા અંદાજે 2.5થી 3.5 કિલોમીટર લાંબી રહે છે, જ્યારે સમગ્ર રથયાત્રાનો રૂટ લગભગ 16.5 કિલોમીટરનો છે. પોલીસ અને તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષિત અને સુવ્યવસ્થિત રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.