બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સપનામાં પોતાની મૃત્યુ જોવુ શુભ કે અશુભ? હકીકત જાણીને થઇ જશો હેરાન

photo-story

5 ફોટો ગેલેરી

સ્વપ્ન શાસ્ત્ર / સપનામાં પોતાની મૃત્યુ જોવુ શુભ કે અશુભ? હકીકત જાણીને થઇ જશો હેરાન

Last Updated: 02:54 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Swapna Shastra:સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ ઊંઘી જાય છે, ત્યારે તે એવી દુનિયામાં પ્રવેશ કરે છે જ્યાં તેનું કોઈ પણ બાબત પર નિયંત્રણ હોતું નથી. આ દરમિયાન, તે વિવિધ વિચિત્ર અને અનોખાં સ્વપ્નો અનુભવે છે. સવાર સુધીમાં તેમાંથી મોટા ભાગનાં સ્વપ્નો ભુલાઈ જાય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાનું મૃત્યુ જુએ, તો તેને ભૂલવું સરળ હોતું નથી.

1/5

photoStories-logo

1. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનાનો અર્થ

જો તમને પણ ક્યારેય આવું સ્વપ્ન આવ્યું હોય અને તમે તેના અર્થ વિશે મૂંઝવણમાં હોય, તો જાણી લો કે 'સ્વપ્ન શાસ્ત્ર' આવા સ્વપ્નો વિશે ઘણી રસપ્રદ બાબતો જણાવે છે. તેના વિશે જાણીને તમે ચોક્કસપણે હેરાન થઈ જશો. પ્રાચીન કાળથી જ સ્વપ્નોનો સંબંધ ભવિષ્યની ઘટનાઓ સાથે જોડવામાં આવે છે. રામાયણના સમયમાં પણ, રાજા દશરથના મૃત્યુ પહેલાં ભગવાન રામને એક અશુભ સ્વપ્ન આવ્યું હતું, જેના દ્વારા તેમને આવનારી આફતનો પૂર્વાભાસ થયો હતો. તેવી જ રીતે, રાવણને પણ પોતાના મૃત્યુ પહેલાં સ્વપ્નમાં સંકેતો મળ્યા હતા. જોકે, આધુનિક સમયમાં જો તમને આવું કોઈ સ્વપ્ન આવે, તો ગભરાવાની જરૂર નથી. આવો અમુક ચોક્કસ સ્વપ્નોના અર્થ વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સપનામાં ખુદની મોત

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સ્વપ્નમાં પોતાનું મૃત્યુ જોવું એ અશુભ નહીં, પરંતુ શુભ સંકેત માનવામાં આવે છે. વાસ્તવમાં, તે સારા નસીબના આગમનનો સંકેત હોઈ શકે છે. માનવામાં આવે છે કે, આવા સ્વપ્નો ત્યારે આવે છે જ્યારે તમારામાં રહેલું કોઈ નકારાત્મક પાસું સમાપ્ત થવાનું હોય. તે એવું પણ સૂચવી શકે છે કે તમારા જીવનમાં સફળતાનો એક નવો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. તેથી, આવા સ્વપ્ન પછી ડરવાને બદલે વ્યક્તિએ આનંદ ખુશ થવુ જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સપનામાં ખુદને બીમાર જોવુ

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાને બીમાર જુએ છે, તો તે તેમના સ્વાસ્થ્યમાં આવનારા સુધારાનો સંકેત છે. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં અંતિમ સંસ્કાર પછીના ભોજનમાં જમતી જોવા મળે, તો તેને પણ બીમારીમાંથી સાજા થવાના સંકેત તરીકે માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ખુદની આત્મહત્યા

જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાને આત્મહત્યા કરતા જુએ, તો તેનો અર્થ એ છે કે તે કોઈ મોટી સમસ્યામાંથી બહાર આવવાની તૈયારીમાં છે. જોકે, કેટલીક માન્યતાઓ અનુસાર, આ સ્વપ્ન આવનારી મુસીબત કે બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પોતાની મૃત્યુ જોવી

જો તમને તમારી કોઈ નજીકની વ્યક્તિના મૃત્યુનું સ્વપ્ન આવે, તો તેનો અર્થ એ હોઈ શકે છે કે તે વ્યક્તિના જીવનમાં કોઈ મોટો ફેરફાર આવવાનો છે. બીજી તરફ, સ્વપ્નમાં ભૂત કે આત્માઓ જોવા એ આવનારી મુસીબતની નિશાની માનવામાં આવે છે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

seeing own death in dream Swapna Shastra shubh ashubh signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ