બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પુત્રવધૂના બળાત્કારના આરોપમાં સસરા નિર્દોષ, ભાડુઆત સાથેના સંબંધ અંગે કોર્ટનું મહત્વનું અવલોકન

ગુજરાત / પુત્રવધૂના બળાત્કારના આરોપમાં સસરા નિર્દોષ, ભાડુઆત સાથેના સંબંધ અંગે કોર્ટનું મહત્વનું અવલોકન

Nidhi Panchal

Last Updated: 02:53 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વર્ષ 2023માં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને સંજોગોના આધારે ફરિયાદ વિશ્વસનીય ન હોવાનું સામે આવતાં આરોપી સસરાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

વર્ષ 2023માં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જજ બી. જી. અવસ્થીએ મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપી સસરાને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યા છે. કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને સંજોગોના આધારે ફરિયાદ વિશ્વસનીય ન હોવાનું સામે આવ્યું હતું.

Crime-simple

ઘરે રહેતા એક ભાડુઆત સાથે સંબંધ

કેસ દરમિયાન સામે આવ્યું કે પરિણીતાને તેના ઘરે રહેતા એક ભાડુઆત સાથે સંબંધ હતો. આ બાબત સાસરિયાંના ધ્યાનમાં આવી જતાં પરિવારમાં વિવાદ શરૂ થયો હતો. ત્યાર બાદ પરિણીતાએ બદલો લેવાની ભાવનાથી સસરા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હોવાનું કોર્ટના અવલોકનમાં નોંધાયું છે.

crime

ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાની અરજી કરી

કોર્ટ સમક્ષ એ હકીકત પણ સામે આવી કે બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પહેલાં પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાની અરજી કરી હતી. જોકે બંને સ્થળે બળાત્કારનો કોઈ આક્ષેપ કરવામાં આવ્યો નહોતો અને ફરિયાદ પણ નોંધાઈ નહોતી. ત્યાર બાદ અંતે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સસરા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

અગાઉ કરવામાં આવેલી અરજીઓનો કોઈ રેકોર્ડ નથી

ચુકાદાની વધુ એક મહત્વની બાબત એ રહી કે કેસની તપાસ કરનાર ચાંગોદર પોલીસે વાડજ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનમાં અગાઉ કરવામાં આવેલી અરજીઓનો કોઈ રેકોર્ડ કે દસ્તાવેજ કોર્ટ સમક્ષ રજૂ કર્યો નહોતો.

આ પણ વાંચો : રથયાત્રામાં પ્રથમ વાર LED સ્ક્રીન અને લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરાશે, 16 કિમીની યાત્રાનું લાઇવ ટેલિકાસ્ટ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદામાં કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા, સંજોગો તેમજ અગાઉ કરવામાં આવેલી અરજીઓના આધારે ફરિયાદ વિશ્વસનીય ન હોવાનું નોંધવામાં આવ્યું હતું. તેના આધારે આરોપી સસરાને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Court Rape Case Changodar Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ