બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફરી કરશે આગાહી, ખેડૂતો અને સામાન્ય જનતાના હિતમાં લીધો મહત્વનો નિર્ણય

ગુજરાત / હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફરી કરશે આગાહી, ખેડૂતો અને સામાન્ય જનતાના હિતમાં લીધો મહત્વનો નિર્ણય

Nidhi Panchal

Last Updated: 11:53 AM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત બાદ હવે ફરી એક મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતો અને સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તેમણે હવામાનની આગાહી ફરી શરૂ કરવાની સ્પષ્ટતા કરી છે.

તાજેતરમાં સર્જાયેલા વિવાદ અને કાયદાકીય ચીમકીઓ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવે ફરી હવામાનની આગાહી કરવાની જાહેરાત કરી છે. ગત દિવસે તેમણે આગાહી નહીં કરવાની જાહેરાત કરતાં ખેડૂતો અને સામાન્ય લોકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે હવે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતો અને સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તેઓ ફરી હવામાન અંગે આગાહી કરશે. આ નિર્ણય બાદ રાજ્યના હજારો ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

Ambalal-Patel-Forecast

અનુભવના આધારે હવામાનની આગાહી કરતા

અંબાલાલ પટેલે જણાવ્યું કે તેઓ વર્ષોથી પરંપરાગત જ્ઞાન અને અનુભવના આધારે હવામાનની આગાહી કરતા આવ્યા છે અને તેનો મુખ્ય હેતુ માત્ર ખેડૂતો અને સામાન્ય જનતાને સમયસર માહિતી પહોંચાડવાનો રહ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ હવામાનની આગાહી કરીને કોઈપણ પ્રકારનો નાણાકીય લાભ મેળવતા નથી. તેમની આગાહીનો હેતુ માત્ર જનહિત અને ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા લોકોને માર્ગદર્શન આપવાનો છે.

કાયદાકીય પગલાં લેવાની ચીમકી

તાજેતરમાં જયંત પંડ્યા તરફથી વારંવાર કાયદાકીય પગલાં લેવાની ચીમકી અને ધમકી મળતા અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત કરી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી અને ખેડૂતો સહિત અનેક લોકોએ તેમના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. વિવાદ વધતા અંબાલાલ પટેલે થોડા સમય માટે આગાહી ન કરવાની મનાઈ ફરમાવી હતી, જેના કારણે તેમના અનુયાયીઓ અને ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી.

ambalal-patel

જ્ઞાન મેળવીને આગળથી હવામાનની આગાહી

હવે અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે તેઓ કાયદાકીય બાબતોનું પૂરતું જ્ઞાન મેળવીને આગળથી હવામાનની આગાહી કરશે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય તે માટે જરૂરી કાયદાકીય બાબતોને સમજીને જ આગાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે પરંપરાગત જ્ઞાન અને વર્ષોના અનુભવના આધારે કરવામાં આવતી આગાહીનો હેતુ માત્ર લોકોનું માર્ગદર્શન કરવાનો છે, કોઈ વ્યક્તિગત લાભ મેળવવાનો નથી.

નિર્ણયથી ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ

અંબાલાલ પટેલના આ નિર્ણયથી ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ઘણા ખેડૂતો ખેતી સંબંધિત નિર્ણયો લેવા માટે તેમની આગાહીને મહત્વ આપતા આવ્યા છે. ચોમાસા, વરસાદ અને હવામાનના બદલાતા મિજાજ અંગે તેમની આગાહી અનેક ખેડૂતો માટે ઉપયોગી સાબિત થતી રહી છે. તેથી તેમણે ફરી આગાહી શરૂ કરવાની જાહેરાત કરતાં ખેડૂતોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : સાગબારામાં દીપડાનો જીવલેણ હુમલો, 22 વર્ષીય યુવકને ફાડી ખાધો

અંબાલાલ પટેલે અંતમાં ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે તેઓ ખેડૂતો અને સામાન્ય જનતાના હિતમાં પોતાની જવાબદારી નિભાવતા રહેશે. પરંપરાગત જ્ઞાનના આધારે હવામાનની આગાહી ચાલુ રાખવાની સાથે હવે કાયદાકીય બાબતોનું પણ પૂરતું જ્ઞાન મેળવી આગળ વધવાનો નિર્ણય કર્યો છે. વિવાદોના વાદળો વચ્ચે હવે તેમની આ જાહેરાતથી ખેડૂતો અને તેમના અનુયાયીઓમાં ફરી વિશ્વાસ જાગ્યો છે અને તેઓ આગામી દિવસોમાં અંબાલાલ પટેલની નવી હવામાન આગાહીની રાહ જોઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Gujarat Weather Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ