બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણમાં વ્યાજખોરીનો ખૌફનાક ચહેરો, ₹5 હજાર માટે મહિલાને જીવતી સળગાવવાનો આરોપ
Last Updated: 11:12 AM, 14 July 2026
Patan Crime News : રાજ્યમાં વ્યાજખોરી સામે કડક કાયદા હોવા છતાં અનેક સ્થળોએ વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. આ તરફ હવે પાટણ જિલ્લામાં સામે આવેલી એક હચમચાવી દેનારી ઘટનાએ માનવતા પર અનેક સવાલો ઉભા કર્યા છે. માત્ર 5 હજાર રૂપિયાની ઉઘરાણી માટે એક મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.
ADVERTISEMENT
પાટણમાં વ્યાજખોરીનો ખૌફનાક ચહેરો | ₹5 હજાર માટે મહિલાને જીવતી સળગાવવાનો આરોપ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 14, 2026
પાટણ શહેરમાંથી વ્યાજખોરીનો એક હચમચાવી નાખે એવો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ ખાલકપુરા વિસ્તારમાં રહેતી પિન્કીબેન પટણીએ ઘરખર્ચ માટે બાબુ રાવળ નામના વ્યક્તિ પાસેથી ₹5 હજાર વ્યાજે લીધા હતા.… pic.twitter.com/1jhKxw9L3w
શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ પાટણના ખાલકપુરા ગામમાં રહેતી પિન્કીબેન પટણીએ ઘરખર્ચ માટે બાબુ રાવળ નામના વ્યક્તિ પાસેથી આશરે એક મહિના પહેલાં 5 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. સમયસર રકમ પરત ન આપી શકતાં આરોપી સતત ઉઘરાણી માટે દબાણ કરતો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, પિન્કીબેને થોડા દિવસની વધુ મુદત માંગતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ તેણે મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હોવાનો આરોપ છે. ગંભીર રીતે દાઝેલી પિન્કીબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું.
આ પણ વાંચો : સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શનની તપાસ તેજ
ADVERTISEMENT
આ કેસમાં મહત્વની બાબત એ છે કે, મહિલાના મોત પહેલાં પોલીસે તેમનું 'ડાઇંગ ડિક્લેરેશન' નોંધ્યું હતું. હવે પોલીસ આ નિવેદન સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ આગળ ધપાવી રહી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એક વખત વ્યાજખોરીના ગેરકાયદેસર ધંધા અને સામાન્ય લોકો પર થતા અત્યાચાર અંગે ગંભીર ચર્ચા જગાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.