બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:20 AM, 14 July 2026
1/7
હિંદુ ધર્મમાં ગુપ્ત નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં દસ મહાવિદ્યાઓની ઉપાસના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ મુજબ ખાસ મંત્ર અને ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. વેપાર, નોકરી, સ્વાસ્થ્ય, શત્રુબાધા અને આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે આ સમય ખૂબ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોએ કયો ઉપાય કરવો જોઈએ.
2/7
મેષ રાશિના જાતકોએ માતા કાળીને લાલ ફૂલ અર્પણ કરીને ‘ૐ ક્રીં કાલિકાયૈ નમઃ’ મંત્રનો જાપ કરવો. વૃષભ રાશિના લોકોએ માતાને નારિયેળ અર્પણ કરીને ‘ૐ હ્રીં છિન્નમસ્તાયૈ નમઃ’ મંત્રનું સ્મરણ કરવું. મિથુન રાશિના જાતકોએ લાલ ચૂંદડી ચઢાવી ‘ૐ ધૂં ધૂમાવત્યૈ સ્વાહા’ મંત્રનો જાપ કરવો. કર્ક રાશિના લોકોએ માતાને મખાણાની ખીરનો ભોગ લગાવી ‘ૐ શ્રીં કમલાયૈ નમઃ’ મંત્ર બોલવો શુભ રહેશે.
3/7
સિંહ રાશિના જાતકોએ માતાને સિંદૂર અને ચૂંદડી અર્પણ કરીને ‘ૐ શ્રીં હ્રીં ક્લીં ત્રિપુરસુન્દર્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો. કન્યા રાશિના લોકોએ લીલી ચૂંદડી ચઢાવી ‘ૐ હ્રીં સ્ત્રીં હૂં ફટ્’ મંત્રનું સ્મરણ કરવું. તુલા રાશિના જાતકોએ મિશ્રીનો ભોગ અર્પણ કરીને ‘ૐ હ્રીં ભુવનેશ્વર્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળી શકે છે.
4/7
વૃશ્ચિક રાશિના જાતકોએ લાલ ચૂંદડીમાં સૂકા મેવા અને નારિયેળ રાખીને માતાને અર્પણ કરવું. સાથે ‘ૐ હ્રીં ભૈરવ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો. ધનુ રાશિના લોકોએ પીળા ફૂલ અને બેસનના લાડુનો ભોગ ચઢાવી ‘ૐ હ્રીં શ્રીં માતંગ્યૈ નમઃ’ મંત્રનું ધ્યાન કરવું. આ ઉપાયથી અટકેલા કાર્યોમાં ગતિ આવી શકે છે.
5/7
મકર રાશિના જાતકોએ સુગંધિત ફૂલ અને ચૂડીઓ માતાને અર્પણ કરીને ‘ૐ હ્લીં બગલામુખ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો. કુંભ રાશિના લોકોએ ગુપ્ત નવરાત્રિના તમામ નવ દિવસ ઘરમાં સ્વચ્છતા જાળવવી અને નિયમિત દુર્ગા ચાલીસાનો પાઠ કરવો. આ ઉપાયોથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વધારો થાય છે.
6/7
મીન રાશિના જાતકોએ નવ દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવી માતા દુર્ગાના મંત્રોનો જાપ કરવો. માતાને હળદરની ગાંઠ અર્પણ કરીને પોતાની મનોકામના વ્યક્ત કરવી. બાદમાં આ હળદરની ગાંઠ તિજોરીમાં રાખવી શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા આ ઉપાયોથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા સફળતાનો માર્ગ ખુલ્લો બને છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ