બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / આલિયા ભટ્ટ ફેલ, સામંથા સુપરહિટ, 'Maa Inti Bangaaram'એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ!
8 ફોટો ગેલેરી
Last Updated: 09:55 PM, 13 July 2026
1/8
આલિયા ભટ્ટની સ્પાય-યુનિવર્સ ફિલ્મ 'આલ્ફા' બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરી રહી છે. આ ફિમેલ લીડ એક્શન ફિલ્મ પર અપેક્ષાઓ હતી પરંતુ તે તેના પહેલા સપ્તાહના અંતે ફેન્સને આકર્ષવામાં સંઘર્ષ કરી રહી હતી.બીજી તરફ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સામન્થાની એક્શન ફિલ્મ 'મા ઇન્તી બંગારમ' થિયેટરોમાં તેના પહેલા મહિનાની નજીક છે. તેને બોક્સ ઓફિસ રન દરમિયાન એટલી કમાણી કરી છે કે તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટી ફિમેલ લીડ ફિલ્મ બની ગઈ છે. ચાલો જાણીએ કે કેમ આલ્ફા ફ્લોપ તરફ આગળ વધી રહી છે જ્યારે મા ઇન્તી બંગારામ બ્લોકબસ્ટર બની છે.
2/8
અંદાજે 125 કરોડના બજેટ પર બનેલી આલ્ફા 10 દિવસમાં 54 કરોડનું પણ કલેક્શન કરવામાં નિષ્ફળ ગઈ છે. કલેક્શનની ગણતરીઓને બાજુ પર રાખીને આલ્ફા ફેન્સમાં ઉત્સાહ પેદા કરવામાં નિષ્ફળ ગઈ છે. આ ફિલ્મ ચાર મુખ્ય સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન, ઋતિક રોશન અને જુનિયર એનટીઆર સ્ટારર સ્પાઇ યુનિવર્સનો હિસ્સો હતી.
3/8
બીજી તરફ સાઉથમાં સામંથાની તેલુગુ ફિલ્મ મા ઇન્તી બંગારમે પોતાના માટે એક રેકોર્ડ બનાવ્યો છે. સામંથાની ફિલ્મ હવે તેલુગુ ઇન્ડસ્ટ્રીમની સૌથી મોટીફિમેલ લીડ ફિલ્મ બની ગઈ છે. જેમાં 20-30 કરોડના બજેટ સાથે બનેલી મા ઇન્તી બંગારમે વિશ્વભરમાં 100 કરોડની કમાણી કરી છે.
4/8
આલિયા ભટ્ટની આલ્ફા અને સામંથા ભટ્ટની મા ઇન્તી બંગારામ વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે એક ફોર્મ્યુલા ફિલ્મ છે જ્યારે બીજી એક જ ફોર્મ્યુલાને વળગી રહેતી નથી, પરંતુ તેને બદલે છે. આલ્ફા એ જ નિશ્ચિત સ્પાઇ યુનિવર્સ ફોર્મ્યુલાને ફોલો કરે છે, જેમાં પઠાણમાં શાહરૂખ ખાન કે વોરમાં ઋતિક રોશન દર્શાવવામાં આવ્યા છે.
5/8
આ ફિલ્મમાં પહેલાના ભારત-પાકિસ્તાનના એંગલથી એક નવી સ્ટોરી બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં લીડ રોલ વર્તમાન પરિસ્થિતિ સાથે જોડાયેલા છે. સ્પાય યુનિવર્સના હીરો દ્વારા ભજવવામાં આવેલા એ જ સ્ટાઇલિશ એક્શન સિક્વન્સ આલ્ફામાં છોકરીઓ દ્વારા ભજવવામાં આવી રહ્યા છે. જેમાં ધુરંધરની જસકીરત (રણવીર સિંહ) જેવા જાસૂસને જોયા બાદ દર્શકો મેલ એક્ટરને બદલે ફિમેલ એક્ટરને સમાન ટેમ્પ્લેટમાં જોવા કેમ માંગશે?
6/8
તો સામન્થાની મા ઇન્તી બંગારમ, પોતાનો એક નવો ટેમ્પ્લેટ બનાવે છે. સામન્થાનું પાત્ર એક પૂર્વ મર્ડરરનું છે જેને નવી લાઈફ શૂર કરી છે.તે એક પરિવારની "પ્રિય પુત્રવધૂ" બનવા માટે સંઘર્ષ કરે છે પરંતુ જ્યારે પરિવારને ધમકી આપવામાં આવે છે ત્યારે તે તેના જૂના માર્ગો પર પાછી ફરી જાય છે.
7/8
ફિલ્મો અને વેબ સિરીઝમાં ખતરનાક એક્શન કરી ચૂકેલી સામન્થા, મા ઇન્તી બંગારમમાં જોરદાર એક્શન કરતી જોવા મળે છે. આ માત્ર સ્ટાઇલાઇઝ્ડ એક્શન નથી પણ તેમાં હિંસા, ક્રૂરતા પણ ભરેલી છે. આ સ્ટાઈલ જે અત્યાર સુધી મોટાભાગે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં મેલ એક્ટર સાથે જોવા મળી છે. સાડી પહેરીને સામન્થા તે સ્ટાઈલમાં લડે છે.
8/8
ટેમ્પ્લેટ ચેન્જ કરનાર આ બાબતથી જ મા ઇન્તી બંગારમને મોટી સફળતા મળી છે. તો આલિયાની આલ્ફા માટે આ બાબત ઘાતક સાબિત થઈ છે. એવામાં નવું ત્યારે કંઈક નવું જોવા માંગતા વર્ગને આલ્ફામાં એ જ એક્શન, એ જ ગેમ જોવાનું મળે છે. કેમ કે દર્શકો ફોર્મ્યુલા ફિલ્મ મેકિંગથી કંટાળી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ