બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડ થયું દોડતું

અફવા / સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડ થયું દોડતું

Nirav Kumar

Last Updated: 12:26 AM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને ફરીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મેઈલ દ્વારા આપવામાં આવી હતી. જેથી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સુરતની વ્યસ્ત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક અજ્ઞાત મેઈલ મળતા સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થામાં હલચલ મચી ગઈ હતી. સોમવારે સાંજે કોર્ટની દૈનિક કાર્યવાહી પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે આ ધમકીભર્યો મેઈલ આવ્યો હતો.

કોર્ટના અધિકૃત ઈમેલ પર સાંજે આશરે 6:15 વાગ્યે આવેલા આ મેસેજમાં અત્યંત આક્રમક ભાષા વાપરીને કોર્ટ બિલ્ડિંગને મુખ્ય ટાર્ગેટ બનાવવાની ચેતવણી આપવામાં આવી હતી. જેમાં મોકલનારે દાવો કર્યો હતો કે 5000 કિલોગ્રામ RDXનો ઉપયોગ કરીને આખી ઈમારતને પળવારમાં ધ્વસ્ત કરી દેવામાં આવશે. આવી વિશાળ માત્રાના વિસ્ફોટકના ઉલ્લેખથી કર્મચારીઓમાં તીવ્ર આતંક જાગ્યો હતો.

આ ધમકી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી. સદ્ભાગ્યે કોર્ટનો સત્તાવાર સમય પૂરો થઈ ગયો હોવાથી અંદર જજ , વકીલો અને મુલાકાતીઓની સંખ્યા નહિવત હતી. જેમાં માત્ર વહીવટી સ્ટાફ અને સુરક્ષા કર્મીઓ જ હાજર હતા.

આ ઘટના પર સુરત પોલીસ તરત જ એક્શન મોડમાં આવી ગઈ. જેમાં પોલીસ સ્ટેશનની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. કોર્ટ પરિસરને સુરક્ષા હેઠળ લઈને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.બોમ્બ સ્ક્વોડના નિષ્ણાતોએ મેટલ ડિટેક્ટર અને અદ્યતન સાધનોની મદદથી કોર્ટના તમામ માળ, ભોંયરું, પાર્કિંગ, જજની ચેમ્બર્સ, રેકોર્ડ રૂમ અને બીજા વિસ્તારોમાં સઘન તપાસ કરી હતી. જેમાં કલાકો સુધી ચાલેલી આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યું નહોતું. છેવટે આ ધમકી ખોટી અને અફવા સાબિત થઈ હતી.

વધુ વાંચો : પહેલા પત્નીનું ગળું કાપ્યું પછી પતિએ ખાધો ગળે ફાંસો, મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ

  • અગાઉની ઘટના અને તપાસ

આ પહેલાં આ વર્ષે 6 જાન્યુઆરીએ પણ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને સમાન પ્રકારની ધમકી મળી હતી, જેના કારણે કોર્ટ ખાલી કરાવવી પડી હતી. આ બીજી વખતની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉઠાવ્યા છે. જેમાં હવે સુરત પોલીસ અને સાયબર ક્રાઈમ સેલ હાલમાં ઈમેલના IP એડ્રેસ, મૂળ સ્ત્રોત અને મોકલનારની ઓળખ કાઢવામાં જોડાયા છે. આની પાછળ કોઈ વ્યક્તિ કે સંગઠિત તત્વોની સંડોવણી છે કે નહીં તેની પણ ઊંડી તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

official email District Court Surat Court
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ