બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણીનો વીડિયો વાયરલ, જવાબદાર સામે કડક કાર્યવાહીની તૈયારી

VIDEO / જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણીનો વીડિયો વાયરલ, જવાબદાર સામે કડક કાર્યવાહીની તૈયારી

Vishal Khamar

Last Updated: 10:56 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં વન્ય પ્રાણીઓની સુરક્ષા જોખમમાં મુકાવા પામી છે. ઝૂ મા આવતા પ્રવાસીઓએ વાઘની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાઘની પજવણીનો વીડિયો સામે આવતા કાર્યવાહીની માંગ લોકો દ્વારા કરવામાં આવી છે.

ગીર પંથકમાં સિંહના હુમલાના બનાવોને લઈને વન્યજીવો અને માનવ સુરક્ષાની ચર્ચા વચ્ચે હવે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (ઝૂ)માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક પ્રવાસીઓ પાંજરામાં રહેલા વાઘને ગમછો આપીને તેની સાથે છેડછાડ કરતા જોવા મળે છે. આ ઘટનાએ પ્રાણી કલ્યાણ, પ્રવાસીઓની જવાબદારી અને ઝૂની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

"ચાલો, પૈસા વસૂલ થઈ ગયા"

વાયરલ વીડિયોમાં કેટલાક યુવકો પાંજરાની ખૂબ નજીક જઈ વાઘ તરફ ગમછો લંબાવતા જોવા મળે છે. વાઘ ગમછો પોતાના મોઢામાં પકડી અંદર ખેંચી લે છે, ત્યારબાદ પાંજરામાં રહેલો બીજો વાઘ પણ તે કપડું ચાવવા લાગે છે. સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યા બાદ એક વ્યક્તિ હસતા-હસતા "ચાલો, પૈસા વસૂલ થઈ ગયા" એવું બોલતો પણ સંભળાય છે, જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ રહી છે.

ઝૂની સુરક્ષા વ્યવસ્થા પર પણ પ્રશ્નાર્થ ઊભો કર્યો

આ ઘટનાએ ઝૂની સુરક્ષા વ્યવસ્થા પર પણ પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. હિંસક પ્રાણીઓના પાંજરા પાસે સુરક્ષા કર્મચારીઓ અને દેખરેખની વ્યવસ્થા હોવા છતાં પ્રવાસીઓ આટલી નજીક કેવી રીતે પહોંચી ગયા અને પ્રાણીને હેરાન કરવાની તક કેવી રીતે મળી તે અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

ઘટનાની ગંભીરતાને લઈ તપાસ શરૂ

વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ અને ઝૂ પ્રશાસન હરકતમાં આવ્યું છે. સક્કરબાગ ઝૂના અધિકારીઓએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે. સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે જવાબદાર પ્રવાસીઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દોષિતો સામે વન્યજીવ સંરક્ષણ સંબંધિત કાયદા હેઠળ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસ તંત્ર એલર્ટ, SP, કમિશનર અને રેન્જ આઈજી સાથે DGPની વીડિયો કોન્ફરન્સ

વન્યજીવ નિષ્ણાતોના મતે, આવી હરકતો માત્ર પ્રાણીઓ માટે તણાવજનક નથી, પરંતુ પ્રવાસીઓ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. ઝૂમાં આવતા મુલાકાતીઓએ નિયમોનું પાલન કરી પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ વર્તન રાખવું જરૂરી છે. સાથે જ આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા ઝૂ પ્રશાસન દ્વારા સુરક્ષા અને દેખરેખ વધુ મજબૂત બનાવવાની માંગ પણ ઉઠી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh Zoo Sakkarbaug Zoo Tiger Viral Video
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ