બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:05 PM, 13 July 2026
Ram Temple CEO: અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી મંદિર વહીવટમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. દાન ચોરીના આરોપો, સીટ તપાસ અને ચંપત રાય અને અનિલ મિશ્રા જેવા અગ્રણી વ્યક્તિઓના રાજીનામા બાદ હવે મંદિરની સુરક્ષા અને નાણાકીય વ્યવસ્થાપનને મજબૂત બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
ADVERTISEMENT
આ સંદર્ભમાં રામ મંદિર માટે દેશના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની શોધ તેજ થઈ ગઈ છે. રામ મંદિર ટ્રસ્ટે 13 જુલાઈના એક્સ પોસ્ટમાં રામ મંદિર માટે CEO પદ માટે ખાલી જગ્યાની જાહેરાત કરી છે.
દરેકના મનમાં પ્રશ્ન એ છે કે આ નવા CEO પાસે કેટલી સત્તા હશે. શું હવે મંદિરનું સંપૂર્ણ નિયંત્રણ સરકારના હાથમાં જતુ રહેશે?
ADVERTISEMENT
આ બધા પ્રશ્નો પરથી પરદો ઉઠાવતા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ CEO ની સત્તાઓ અને સરકારની ભૂમિકા સ્પષ્ટ કરી છે. નિવૃત્ત આઇએએસ અધિકારી નૃપેન્દ્ર મિશ્રા 2014 થી 2019 સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ રહી ચુક્યા છે. અને તેમને PM મોદીના વિશ્વાસુ અધિકારી માનવામાં આવે છે.
સીઈઓ કોના માર્ગદર્શન હેઠળ કામ કરશે?
ADVERTISEMENT
નૃપેન્દ્ર મિશ્રાએ મીડિયાને એક ઇન્ટરવ્યૂંમાં જણાવ્યું હતું કે રામ મંદિરના નવા સીઈઓના કામમાં કેન્દ્ર કે રાજ્ય સરકારોની કોઇ દખલ નહી હોય. તેમણે સ્પષ્ટ કર્યુ કે સીઈઓ સંપૂર્ણપણે રામ મંદિર ટ્રસ્ટ હેઠળ કામ કરશે. એટલે કે સીઈઓની ભૂમિકા ટ્રસ્ટના સહાયકની રહેશે.
સરકારની ભૂમિકા વ્યવસ્થામાં મદદ કરવાની રહેશે, પરંતુ મંદિરના આંતરિક નિર્ણયો, નાણાકીય હિસાબ કે વ્યવસ્થાપનમાં તેની કોઈ ભૂમિકા રહેશે નહીં. ટ્રસ્ટ સર્વોપરિ રહેશે અને સીઈઓને કેટલી સ્વતંત્રતા અને સત્તા આપવી તે નક્કી કરશે.
ADVERTISEMENT
નવા સીઈઓ પાસે કઈ મોટી સત્તાઓ હશે?
રામ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર નિયુક્ત થનારા સીઈઓ પાસે ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ હશે. નૃપેન્દ્ર મિશ્રાના મતે સીઈઓ પાસે મુખ્યત્વે આ સત્તાઓ અને ફરજો હશે.
ADVERTISEMENT
સંપૂર્ણ નાણાકીય અને બજેટ વ્યવસ્થાપન: સીઈઓ મંદિરમાં પ્રસાદ, દાન અને નાણાકીય વ્યવસ્થાઓની સીધી દેખરેખ રહેશે, જે ચોરીની ઘટનાઓ પર લગામ લગાવશે.
ભક્તોની સુવિધા: સીઈઓની પ્રાથમિક જવાબદારી એ સુનિશ્ચિત કરવાની રહેશે કે અયોધ્યાની મુલાકાતે આવતા લાખો રામ ભક્તોને કોઈ અસુવિધા ન થાય, તેમના રહેવા, દર્શન અને સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.
ADVERTISEMENT
વિશ્વાસ જાળવી રાખવો: તાજેતરના વિવાદો પછી સૌથી મોટો પડકાર મંદિરના સંચાલન અંગે ભક્તોમાં રહેલી કોઈપણ શંકાને દૂર કરવાનો અને અતૂટ વિશ્વાસ જાળવવાનો રહેશે.
પોતાની ટીમ બનાવવાની સ્વતંત્રતા: સીઈઓને પોતાનો સ્ટાફ અને ટીમ બનાવવાની સંપૂર્ણ સત્તા હશે, જોકે આ ટ્રસ્ટના નિયમોમાં રહેશે.

આ પણ વાંચોઃ Ebola / ઇબોલા વાયરસ ફરી ફેલાયો, આ દેશમાં 672 લોકોએ ગુમાવ્યા જીવ
રામ મંદિરના પ્રથમ સીઈઓની પસંદગી કોણ કરશે?
આ મહત્વપૂર્ણ અને જવાબદાર પદ માટે યોગ્ય ઉમેદવાર શોધવાનું કામ એક ઉચ્ચ-પ્રોફાઇલ સમિતિને સોંપવામાં આવ્યું છે. 6 જુલાઈના ટ્રસ્ટે ન્યાયાધીશ (નિવૃત્ત) પ્રમોદ કોહલી, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) વિષ્ણુકાંત ચતુર્વેદી અને સુરેશ હાવરે (ભૂતપૂર્વ અધ્યક્ષ, એનઆઈટી રાયપુર) સહિત ત્રણ સભ્યોની સમિતિની જાહેરાત કરી.
દિલ્હીમાં તેની મહત્વપૂર્ણ બેઠકમાં સમિતિએ સીઈઓ પદ માટેની લાયકાત અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ નક્કી કરી. પસંદગી પ્રક્રિયાથી પોતાને દૂર રાખતા નૃપેન્દ્ર મિશ્રાએ સ્પષ્ટ કહ્યુ કે તેઓ નામોની ભલામણ સમિતિની બેઠકોમાં ભાગ લેશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.