ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / પગારમાં પેટ ના ભરાયું! તો લાંચ ખાધી, ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરીને ફરજિયાત નિવૃત કરાયો

ગુજરાત / પગારમાં પેટ ના ભરાયું! તો લાંચ ખાધી, ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરીને ફરજિયાત નિવૃત કરાયો

Published By: Pravin Joshi

Last Updated: 12:25 AM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહેલી ગુજરાત સરકારના 'ઓપરેશન ગંગાજળ' અભિયાન હેઠળ વધુ એક સુપર ક્લાસ-વન અધિકારી સામે સૌથી મોટી અને કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહેલી ગુજરાત સરકારના 'ઓપરેશન ગંગાજળ' અભિયાન હેઠળ વધુ એક સુપર ક્લાસ-વન અધિકારી સામે સૌથી મોટી અને કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે મુખ્ય વિદ્યુત નિરીક્ષક એ.બી. ચૌધરીને જાહેર હિતમાં તાત્કાલિક અસરથી સમય પહેલાં નિવૃત્ત કરી દીધા છે. સરકાર દ્વારા 10 જુલાઈ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલી સત્તાવાર અધિસૂચના અનુસાર, ગુજરાત સિવિલ સર્વિસિસ નિયમોની જોગવાઈઓ હેઠળ આ મોટો નિર્ણય લેવાયો છે. નિયમ મુજબ ચૌધરીને ત્રણ મહિનાનો પગાર અને ભથ્થાની રકમ ચૂકવીને તાત્કાલિક પ્રભાવથી સેવામાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

didha - 2026-07-11T002022.673

કારમાંથી 5 લાખ અને ઘરેથી ₹1.76 કરોડની રોકડ મળી હતી

એ.બી. ચૌધરી વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા 1 જૂન, 2026ના રોજ લાંચ લેવા અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. એસીબીના દરોડા દરમિયાન આ ક્લાસ-1 અધિકારી પાસેથી સુરત અને ગાંધીનગરમાંથી કુલ ₹2.64 કરોડની બેનામી મત્તા મળી આવી હતી. તપાસ ટીમે જ્યારે તેમની સ્વિફ્ટ કારની તલાશી લીધી ત્યારે તેમાંથી ₹5.51 લાખ રોકડા મળી આવ્યા હતા, જ્યારે તેમના નિવાસસ્થાન પરથી આશરે ₹1.76 કરોડની માતબર રોકડ રકમ અને અન્ય અપ્રમાણસર સંપત્તિના પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા.

didha - 2026-07-11T002048.507

એક અઠવાડિયામાં સોલાર પેનલની 100 ફાઇલો ધડાધડ ક્લિયર કરી

એસીબીની ઊંડાણપૂર્વકની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો. આરોપી અધિકારી એ.બી. ચૌધરીએ લાંચના બદલામાં માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં સોલાર પેનલ મંજૂરીની અંદાજે 100 જેટલી ફાઇલો ધડાધડ ક્લિયર કરી નાખી હતી. આ કેસ સામે આવ્યા બાદ સરકારે પ્રાથમિક પગલાં રૂપે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા અને વડોદરા સ્થિત ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે તેમનું હેડક્વાર્ટર નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, ગુનો નોંધાયાના માત્ર એક મહિના અને દસ દિવસની અંદર જ સરકારે તેમને સસ્પેન્શનમાંથી સીધા ફરજમુક્ત કરવાનો આકરો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ IMDની ચેતવણી: ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને ભારે પવનનું જોખમ

તાજેતરના વર્ષોની સૌથી મોટી એક્શન

ગુજરાતના સરકારી વર્તુળોમાં આ કડક કાર્યવાહીને 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત ભ્રષ્ટ બાબુઓ સામેનો એક કડક અને સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે. અગાઉ વિજય રૂપાણીના શાસનકાળ દરમિયાન ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GLDC)ના તત્કાલીન એમડી કનૈયાલાલ દેત્રોજા સામે જે આકરાં પગલાં લેવાયા હતા, ત્યારબાદ કોઈ સુપર ક્લાસ-વન અધિકારી સામે લેવાયેલું આ સૌથી મોટું પગલું છે. હાલમાં એન્ટી કરપ્શન એજન્સીઓ ચૌધરીની ગેરકાયદેસર મિલકતો અને નાણાકીય સ્ત્રોતોની વધુ ઊંડી તપાસ કરી રહી છે, જેથી આગામી સમયમાં તેમની સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OperationGangajal AntiCorruption GujaratGovernment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ