બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં વરસાદી આફતને પગલે વેપારીઓને કરોડોનું નુકસાન, હર્ષ સંઘવીના આદેશ પછી તંત્ર આવ્યું એક્શનમાં

નુકશાન / સુરતમાં વરસાદી આફતને પગલે વેપારીઓને કરોડોનું નુકસાન, હર્ષ સંઘવીના આદેશ પછી તંત્ર આવ્યું એક્શનમાં

Vishal Khamar

Last Updated: 05:11 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના અનેક વિસ્તારમાં આવેલી આકાશી આફતમાં તારાજી બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીના આદેશ પછી વેપારીઓના પુરાવાના આધારે ફરિયાદ નોંધાઈ છે. વરાછા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે.

સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદે વરાછા વિસ્તારના અનેક વેપારીઓને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. કરોડો રૂપિયાના નુકસાન બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ અસરગ્રસ્ત વેપારીઓ પાસેથી નુકસાનના પુરાવા એકત્ર કરી વરાછા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ કરવામાં આવી

મળતી માહિતી મુજબ, વરાછાના પોદાર આર્કેડ અને યશ માર્કેટમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનોમાં રહેલો માલસામાન, ફર્નિચર અને અન્ય વેપારી સામગ્રીને ભારે નુકસાન થયું હતું. વેપારીઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને પ્રાથમિક વિગતોના આધારે પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ કરવામાં આવી છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, પોદાર આર્કેડમાં અંદાજે ₹35 કરોડ જ્યારે યશ માર્કેટમાં આશરે ₹3 કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. વેપારીઓના વ્યક્તિગત નુકસાનનો સરેરાશ કાઢીને અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે આ નોંધ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આર્થિક સહાય જાહેર કરવાની માંગ ઉઠાવી

અસરગ્રસ્ત વેપારીઓએ રાજ્ય સરકાર સમક્ષ નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય આર્થિક સહાય જાહેર કરવાની માંગ ઉઠાવી છે. વેપારીઓનું કહેવું છે કે અચાનક સર્જાયેલી આ કુદરતી આફતના કારણે અનેક પરિવારોના રોજગાર પર સીધી અસર પડી છે. તેથી સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ અને નુકસાન વળતર જાહેર કરવામાં આવે તેવી માંગ વધુ પ્રબળ બની રહી છે.

આ પણ વાંચોઃ રથયાત્રામાં ગજરાજોની સેવા માટે તંત્રનો માસ્ટર પ્લાન, કંઇક આવી ચાલી રહી છે તૈયારીઓ

હાલ સમગ્ર મામલે તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું અને આગામી દિવસોમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Varachha flood Surat flood news Poddar Arcade damage
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ