બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / માંજલપુર પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારીએ નામાંકન ભર્યું

પેટાચૂંટણી / માંજલપુર પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારીએ નામાંકન ભર્યું

Vishal Khamar

Last Updated: 04:19 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. યોગેશ પટેલનું નિધન થતા માંજલપુ વિધાનસભાની સીટ ખાલી પડી હતી.

વડોદરાની માંજલપુર વિધાનાસભાની પેટાચૂંટણીના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. બીજેપીએ આ બેઠક પર સતીષ પટેલને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ભીખા રબારીને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર પેટાચૂંટણીનું 30 જુલાઈએ મતદાન યોજાનાર છે. તેમજ 3 ઓગસ્ટે મતગણતરી થશે. નોધનીય છે કે, માંજલપુર વિધાનાસભાની બેઠક યોગેશ પટેલના નિધનથી ખાલી પડી છે.

વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપના ઉમેદવારે ભર્યુ ફોર્મ

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર સતીષ પટેલે આજે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સતીષ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. નોંધનીય છે કે પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ માંજલપુર વિધાનસભા બેઠક ખાલી પડી હતી, જેના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં AMCનું નામ નોંધાયું, 1 કલાકમાં ભાડજ ખાતે વાવ્યા 3 લાખ 61 હજાર વૃક્ષ

ઉમેદવારી ફોર્મ ભરાયા પછી અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ રહ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું. ઉમેદવારી નોંધાવ્યા બાદ અમિત ચાવડાએ ભાજપ પર નિશાન સાધતાં જણાવ્યું કે કોંગ્રેસે સ્થાનિક અને લોકો સાથે જોડાયેલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે, જ્યારે ભાજપે આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે માંજલપુરની જનતા સ્થાનિક ઉમેદવારને જ જીતાડશે. સાથે જ તેમણે કહ્યું કે ભીખા રબારી વિજેતા બન્યા બાદ વિધાનસભામાં વડોદરાના લોકોના પ્રશ્નો અને તેમની વેદનાને મજબૂતીથી રજૂ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP Gujarat Satish Patel nomination Vadodara Manjalpur by-election
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ