બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રથયાત્રામાં ગજરાજોની સેવા માટે તંત્રનો માસ્ટર પ્લાન, કંઇક આવી ચાલી રહી છે તૈયારીઓ
Last Updated: 04:44 PM, 13 July 2026
અમદાવાદમાં ૧૬ જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રામાં આ વર્ષે કુલ ૧૬થી ૧૭ હાથી જોડાવાના છે. રથયાત્રા દરમિયાન ગજરાજની તંદુરસ્તી, આરામ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાથીની દેખરેખ માટે મહાવત ઉપરાંત પશુપાલન વિભાગ, કાંકરિયા ઝૂ, ઇન્દ્રોડા ગીર ફાઉન્ડેશન, સક્કરબાગ ઝૂ અને અન્ય નિષ્ણાત ટીમ સમગ્ર યાત્રા દરમિયાન સાથે રહેશે.
ADVERTISEMENT
રથયાત્રા દરમિયાન હાથી લાંબો માર્ગ કાપતા હોવાથી તેમના માટે સરસપુર ખાતે એક કલાકના વિશેષ આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન હાથીઓને તેમનો મનપસંદ ખોરાક પીરસવામાં આવશે. જેમાં શેરડી, ગોળ, જુવારના પૂળા, લીલો ચારો અને વિવિધ ફળનો સમાવેશ થાય છે. ઉપરાંત રૂટ પર વિવિધ સેવા મંડળ દ્વારા પીવાનાં પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ગરમીમાં હાથીઓને કોઈ તકલીફ ન પડે.
ADVERTISEMENT
ગયા વર્ષે એક હાથી અચાનક અવાજના કારણે બેકાબૂ બનવાની ઘટના બાદ આ વખતે હાથીઓનાં વર્તન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાથીઓને છેલ્લા ઘણા દિવસોથી લોકોની વચ્ચે રાખીને તેમને ભીડ, વાહનો અને અવાજ વચ્ચે રહેવાની ટેવ પાડવામાં આવી રહી છે, જેથી રથયાત્રાના દિવસે કોઈ અસ્વસ્થતા ન સર્જાય.
ADVERTISEMENT
હાથીઓનાં સ્વાસ્થ્ય પર પણ વિશેષ નજર રાખવામાં આવશે. રથયાત્રા પહેલાં તમામ હાથીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ખાસ કરીને ગયા વર્ષે ચર્ચામાં રહેલા હાથીની અલગથી તબીબી તપાસ કરવામાં આવશે. સમગ્ર યાત્રા દરમિયાન પશુચિકિત્સકો અને નિષ્ણાતોની ટીમ સતત હાજર રહેશે. જો કોઈ હાથીને તબિયત સંબંધી તકલીફ થાય અથવા અચાનક કોઈ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી દવાઓ અને સાધનો પણ સાથે રાખવામાં આવશે.
હાથીની સંભાળ રાખતા મહાવતોનું કહેવું છે કે હાલમાં તમામ હાથીનું વર્તન સામાન્ય છે અને તેઓ લોકો વચ્ચે સંપૂર્ણપણે સહજ રીતે રહે છે. હજારો લોકો દરરોજ હાથીઓને જોવા, તેમને ખવડાવવા અને આશીર્વાદ લેવા આવે છે, જેના કારણે હાથીઓ પણ લોકોની હાજરીથી પરિચિત થઈ ગયા છે. આ તમામ તૈયારીઓનો મુખ્ય હેતુ રથયાત્રા દરમિયાન ભગવાનના ગજરાજો સુરક્ષિત, સ્વસ્થ અને શાંત રહી ભક્તોને નિર્વિઘ્ન દર્શન કરાવી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.
ADVERTISEMENT
હાથીનાં નામ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.