બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલા ફર્સ્ટ નાઈટ અને હવે પૂજા-પાઠ..! ચાલુ રેલવેમાં રોજબરોજ આ શું થઇ રહ્યું છે?

Video / પહેલા ફર્સ્ટ નાઈટ અને હવે પૂજા-પાઠ..! ચાલુ રેલવેમાં રોજબરોજ આ શું થઇ રહ્યું છે?

Jinal Chauhan

Last Updated: 10:57 AM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલતી ટ્રેનના સેલૂન કોચમાં રુદ્રાભિષેક કરાવવામાં આવ્યો હોવાની ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. વિવાદ વધતા ભારતીય રેલવેએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરીને સેલૂન કોચ સંબંધિત નિયમોની માહિતી આપી છે.

તાજેતરમાં એક ટ્રેનના સેલૂન કોચમાં પૂજા અને રુદ્રાભિષેક કરવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું ચાલતી ટ્રેનમાં આવી ધાર્મિક વિધિઓ કરવાની મંજૂરી છે? આ મુદ્દે પશ્ચિમ રેલવેએ સત્તાવાર જવાબ આપતાં જણાવ્યું કે કોચ ખાનગી બુકિંગ પર લેવામાં આવ્યો હતો અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. હવે લોકોમાં સેલૂન કોચ અને તેના નિયમોને લઈને ઉત્સુકતા વધી છે.

શું છે સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા વીડિયોમાં ટ્રેનના સેલૂન કોચની અંદર પંડિતો દ્વારા રુદ્રાભિષેક અને પૂજા કરવામાં આવતી જોવા મળી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો કે સામાન્ય મુસાફરો માટે નિયમો કડક હોય છે પરંતુ ખાસ લોકો માટે અલગ વ્યવસ્થા કેમ કરવામાં આવે છે. આ ચર્ચા એટલા માટે પણ વધી કારણ કે થોડા દિવસ પહેલાં નંદીગ્રામ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કૂપેમાં નવદંપતી માટે 'સુહાગરાત' જેવી સજાવટ કરવામાં આવી હતી. તે મામલે રેલવેએ સંબંધિત કર્મચારી સામે કાર્યવાહી પણ કરી હતી.

ચાલતી ટ્રેનમાં પૂજા યોજાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ટ્રેનમાં ધાર્મિક કાર્યક્રમોને લઈને ચર્ચા શરૂ થઈ હતી. આ મામલે રેલવેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે પૂજા સામાન્ય મુસાફર કોચમાં નહીં પરંતુ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા બુક કરાયેલી ખાનગી સેલૂન કારમાં યોજાઈ હતી. આ ખાનગી સેલૂન કારના બુકિંગ માટે મુસાફરોએ 3 લાખ રૂપિયાથી વધુ રકમ ચૂકવી હતી. વાયરલ વીડિયોમાં પૂજારી અને શ્રદ્ધાળુઓ ધાર્મિક વિધિ કરતા જોવા મળ્યા હતા. રેલવે અનુસાર આ કાર્યક્રમ ખાનગી રીતે બુક કરાયેલી સેલૂન કારમાં યોજાયો હોવાથી સામાન્ય ટ્રેન મુસાફરીના નિયમોનું ઉલ્લંઘન થયું નથી.

રેલવેએ શું જવાબ આપ્યો?

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર જે સેલૂન કોચમાં પૂજા થઈ હતી તે કોઈ સરકારી અધિકારી કે VIP માટે ફાળવાયેલો નહોતો. IRCTC મારફતે એક ખાનગી સંસ્થાએ તેની કોમર્શિયલ બુકિંગ કરાવી હતી. રેલવેના જણાવ્યા પ્રમાણે 8 જુલાઈ 2026ના રોજ સેલૂન કોચ બુક કરવામાં આવ્યો હતો અને તેના માટે 3,08,580 રૂપિયાની એડવાન્સ રકમ જમા કરાવવામાં આવી હતી. આ કોચને નવી દિલ્હીથી મુંબઈ જતી પશ્ચિમ એક્સપ્રેસ સાથે જોડવામાં આવ્યો હતો.રેલવેએ સ્પષ્ટ કહ્યું કે સોશિયલ મીડિયા પર તેને સરકારી VIP સેલૂન ગણાવવું તથ્યથી પર છે.

શું ચાલતી ટ્રેનમાં પૂજા-પાઠ કરી શકાય?

રેલવેના નિયમોમાં સેલૂન કોચની અંદર ધાર્મિક વિધિ, ભજન, કીર્તન અથવા પૂજા કરવા અંગે કોઈ સ્પષ્ટ પ્રતિબંધ નથી. જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ સેલૂન કોચ ભાડે લે છે તો તે પોતાની ધાર્મિક માન્યતા મુજબ કાર્યક્રમ કરી શકે છે.

જોકે તેની સાથે કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ જોડાયેલી છે. મુસાફરીની સલામતી, ટ્રેનની કામગીરી અને અન્ય મુસાફરોની સુવિધા પર કોઈ અસર ન થવી જોઈએ. આગ લાગવાનો ખતરો ઊભો થાય અથવા જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ થાય તો કાર્યવાહી થઈ શકે છે.

સેલૂન કોચ બુક કરાવવા શું કરવું પડે?

ભારતીય રેલવે અને IRCTC દ્વારા સેલૂન કોચ ભાડે આપવામાં આવે છે. તેને Full Tariff Rate (FTR) યોજના હેઠળ બુક કરી શકાય છે. બુકિંગ માટે નિર્ધારિત ફી ઉપરાંત રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ પણ જમા કરાવવું પડે છે. રેલવે તમામ ઓપરેશનલ અને સુરક્ષા બાબતોની ચકાસણી કર્યા બાદ જ બુકિંગને મંજૂરી આપે છે.

સેલૂન કોચમાં કઈ સુવિધાઓ મળે છે?

સેલૂન કોચ સામાન્ય ટ્રેન કોચથી સંપૂર્ણપણે અલગ અને લક્ઝરી સુવિધાઓથી સજ્જ હોય છે. તેમાં બે બેડરૂમ, વધારાની બર્થ, એટેચ બાથરૂમ, વિશાળ એસી લિવિંગ રૂમ અને ડાઇનિંગ વિસ્તાર હોય છે. તે ઉપરાંત રસોડું, ફ્રિજ, આરઓ પાણીની સુવિધા, રસોઈ માટેના વાસણો અને સ્ટાફ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જરૂરિયાત મુજબ વધારાના ચાર્જ પર રસોઇયા પણ આપવામાં આવે છે.

નવદંપતી અને પરિવાર માટે કેમ ખાસ છે?

IRCTC અનુસાર સેલૂન કોચ સંપૂર્ણ ગોપનીયતા અને આરામદાયક મુસાફરી ઇચ્છતા લોકો માટે બનાવવામાં આવ્યો છે. પરિવાર સાથે પ્રવાસ કરનારા લોકો, બિઝનેસ ગ્રુપ અને નવદંપતી માટે તે ખાસ લોકપ્રિય છે. સેલૂન કોચમાં મુસાફરોને ઘર જેવી સુવિધાઓ મળે છે. આરામદાયક સોફા, ટેલિવિઝન, ડાઇનિંગ એરિયા અને ખાનગી જગ્યા મળતી હોવાથી લાંબી મુસાફરી વધુ સુખદ બની જાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ રામ મંદિર ચોરી કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી, અરજીઓ પર આવશે મોટો નિર્ણય

સુહાગરાત સજાવટ વિવાદ શું હતો?

તાજેતરમાં નંદીગ્રામ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કૂપેમાં નવદંપતી માટે ખાસ સજાવટ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે એક ખાનગી ડેકોરેટરને અનધિકૃત રીતે કોચમાં પ્રવેશ અપાયો હતો.આ ઘટનાને ગંભીર સુરક્ષા ખામી ગણાવીને રેલવેએ સંબંધિત ટિકિટ ચેકરને સસ્પેન્ડ કર્યો હતો. આ કારણે સેલૂન કોચમાં થયેલી પૂજાની ઘટનાની પણ તુલના થવા લાગી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railways Rules Railway Saloon Coach IRCTC Booking
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ