બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:40 AM, 13 July 2026
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અંગે સ્વતંત્ર અને અદાલતની દેખરેખ હેઠળ તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સોમવારે એટલે કે આજે સુનાવણી કરશે.
ADVERTISEMENT
આ અરજીઓની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંતના નેતૃત્વવાળી બેંચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવી છે. આ બેંચના અન્ય સભ્યોમાં ન્યાયાધીશ જયમાલ્ય બાગચી અને વી. મોહનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યા પોલીસે આ કેસના ત્રણ મુખ્ય આરોપીઓ પૈકીના એક એવા અનુકલ્પ મિશ્રાની કસ્ટોડિયલ પૂછપરછ શરૂ કરી દીધી છે.
અયોધ્યામાં રામ મંદિરના મતગણતરી ખંડમાં સુરક્ષામાં ગંભીર ક્ષતિ હોવાનું SITની પ્રાથમિક તપાસમાં જણાયું છે. તપાસમાં બહાર આવ્યું છે કે કર્મચારીઓએ રોકડ રકમના બંડલ તેમનાં કપડાં, ખિસ્સાં, જૂતાં અને અન્ય અંગત સામાનમાં છુપાવી રાખ્યા હતા.
ADVERTISEMENT

SIT મુજબ, 27 એપ્રિલથી 5 જૂન વચ્ચે રેકોર્ડ કરાયેલા CCTV ફૂટેજમાં ગણતરી સ્ટાફ સાથે સંકળાયેલી આશરે 70 શંકાસ્પદ ઘટનાઓ કેદ થઈ હતી, જેમાં તેઓ રોકડના બંડલ છુપાવતા જોવા મળ્યા હતા. SITના પ્રારંભિક અહેવાલમાં સુરક્ષા પ્રોટોકોલમાં ખામીઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રથ નિર્માણથી લઈને ભવ્ય શણગાર સુધી, જાણો પુરીમાં કેવી ચાલી રહી છે તૈયારીઓ
તાજેતરમાં પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ કર્મચારીઓની કોઈ તપાસ કરવામાં આવી ન હતી, તેમજ કર્મચારીઓ દ્વારા અંદર લાવવામાં આવતી કે બહાર લઈ જવામાં આવતી અંગત વસ્તુઓ પરની દેખરેખ પણ નબળી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.