ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: જુહાપુરા બાદ હવે ચાંદખેડામાં દારૂના આક્ષેપો સાથે બે જૂથો વચ્ચે પથ્થરમારો અને મારામારી
Last Updated: 12:01 AM, 13 July 2026
ADVERTISEMENT
મોટા ગણાતા અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો અને જૂથ અથડામણોને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. હજુ થોડા સમય પહેલાં જ જુહાપુરા વિસ્તારમાં થયેલી બબાલની શાહી સુકાઈ નથી, ત્યાં જ શહેરના પોશ ગણાતા ઉત્તર વિસ્તાર એટલે કે ચાંદખેડામાં સ્થાનિક લોકો વચ્ચે જોરદાર હોબાળો અને જૂથ અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે. દારૂના ગેરકાયદેસર વેચાણ અને આક્ષેપોને લઈને સ્થાનિક રહીશો સરેઆમ આમને-સામને આવી જતાં લોહિયાળ ખેલ ખેલાયો હતો.
ADVERTISEMENT
ચાંદખેડામાં સ્થાનિક લોકો વચ્ચે હોબાળાનો બનાવ, દારૂના આક્ષેપ સાથે સ્થાનિક રહીશો વચ્ચે મારામારી#Ahmedabad #Chandkheda #Fight #ViralVideo #Crime #Gujarat #ahmedabadpolice #gujaratpolice #ahmedabadcrime #vtvdigital pic.twitter.com/WzvixU1uei
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 12, 2026
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં તો દારૂ પીવા/વેચવા બાબતે સ્થાનિક જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અસંતોષ ચાલી રહ્યો હતો. આ જ વિવાદે રવિવારે અચાનક મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલો આ ઝઘડો જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિક રહીશોના બે જૂથો લાકડીઓ અને પથ્થરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જાહેરમાં એકબીજા પર તૂટી પડ્યા હતા. આ હિંસક બબાલને કારણે આસપાસની બજારો અને રસ્તાઓ પર નાસભાગ મચી ગઈ હતી.
આ પણ વાંચોઃ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં AMCનું નામ નોંધાયું, 1 કલાકમાં ભાડજ ખાતે વાવ્યા 3 લાખ 61 હજાર વૃક્ષ
ADVERTISEMENT
શહેરમાં ઉપરાઉપરી બની રહેલી આ પ્રકારની હિંસક ઘટનાઓએ સ્થાનીય પોલીસની કામગીરી અને પેટ્રોલીંગ પર મોટા સવાલો ખડા કર્યા છે. જુહાપુરા બાદ હવે ચાંદખેડાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી, જેના કારણે ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના સરેઆમ લીરેલીરા ઉડી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસે મારામારી કરનારા શખ્સો સામે ગુનો નોંધીને તેમની અટકાયત કરવાની તજવીજ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ