બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે પણ ભારે વરસાદની શક્યતા નહીં, 16 જુલાઈથી રાજ્યમાં ફરી મેઘરાજાની એન્ટ્રીની આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 07:29 AM, 13 July 2026
1/6
ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એકાદ-બે સ્થળોએ વરસાદી ઝાપટાં સિવાય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો નથી. એકાએક વાતાવરણમાં આવેલા ફેરફારના કારણે વરસાદ ખેંચાઈ ગયો છે. જોકે આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 15 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ત્યારબાદ 16 જુલાઈથી અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
2/6
હવામાન વિભાગ અનુસાર આજે 13 અને 14 જુલાઈ 2026ના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી.
3/6
15થી 18 જુલાઈ 2026 દરમિયાન વરસાદની સ્થિતિમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે મહેસાણા, કચ્છ, જામનગર સહિતના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા ઓછી હોવાનું અનુમાન છે.
4/6
હવામાન વિભાગના અનુમાન મુજબ 19થી 22 જુલાઈ 2026 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જોકે હાલ ભારે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી.
5/6
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો શહેરમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન આશરે 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. રાજકોટમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવના છે. અહીં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે. સુરતમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. વડોદરામાં પણ વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની સંભાવના છે, જ્યાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી રહી શકે છે.
6/6
દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે ખાસ ચેતવણી જાહેર કરી છે. 16 જુલાઈ 2026 સુધી ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા અને પોરબંદરના દરિયાકાંઠા નજીક 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઝાપટા દરમિયાન 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને પોરબંદર જિલ્લાના દરિયાકાંઠે ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને 16 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ