બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / શુક્ર પૂર્વા ફાલ્ગુનીમાંથી નીકળીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 3 રાશિઓનું ખુલશે ભાગ્ય!
5 ફોટો ગેલેરી
Last Updated: 07:59 AM, 13 July 2026
1/5
શુક્ર ગ્રહના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક રાશિ પર અલગ-અલગ પડે છે. 29 જુલાઈએ શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે, જેના પ્રભાવથી 3 રાશિઓ પર પ્રેમ, કરિયર અને આર્થિક બાબતોમાં સકારાત્મક ફેરફારો થઈ શકે છે. આ વખતે 29 જુલાઈએ સવારે 4 વાગ્યાને 56 મિનિટે શુક્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાંથી નીકળીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સ્થિતિ 11 ઓગસ્ટ સુધી રહેશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ સમયગાળામાં 3 રાશિઓ માટે વિશેષ રૂપે રાજયોગ જેવા શુભ સંયોગો બની રહ્યા છે.
2/5
આ પરિવર્તનને લીધે 3 ખાસ રાશિના જાતકોને વેપાર, નોકરી અને પ્રેમ સંબંધોમાં જબરદસ્ત સકારાત્મક પરિણામો મળી શકે છે.'શુક્ર ગ્રહ' પ્રેમ, સૌંદર્ય, કળા, સુખ-સુવિધા અને ઐશ્વર્યના કારક માનવામાં આવે છે. એવામાં જ્યારે પણ શુક્ર પોતાની ચાલ અથવા નક્ષત્ર બદલે છે, ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે.
3/5
વૃષભ રાશિના સ્વામી પોતે શુક્ર છે. આવામાં આ નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. વેપાર કરનારાઓને નફાકારક સોદો મળવાની સંભાવના છે, જ્યારે નોકરિયાત લોકોને નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે. આર્થિક બાબતોમાં સુધારાના સંકેત છે અને લાંબા સમયથી ચાલી આવતી પરેશાનીઓ ઓછી થઈ શકે છે. પરિવારનો સહયોગ મળવાથી માનસિક સંતોષ પણ જળવાઈ રહેશે.
4/5
આ રાશિના જાતકો માટે આગામી સમય પ્રેમ અને કરિયર બંને બાબતોમાં સારો માનવામાં આવી રહ્યો છે. અપરિણિત લોકોના જીવનમાં નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે, જ્યારે પહેલાથી સંબંધમાં રહેલા લોકોના સંબંધો વધુ મજબૂત બની શકે છે. સંતાન સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. નોકરી કરનારાઓ માટે પ્રમોશન, પગાર વધારો અથવા નવી તકો મળવાના યોગ બની રહ્યા છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ રુચિ વધી શકે છે.
5/5
તમારા માટે આ ગોચર આર્થિક દૃષ્ટિકોણથી લાભદાયી રહેશે. આવકના નવા સ્ત્રોત બનવાની અને જૂના રોકાણથી સારો લાભ મળવાની સંભાવના છે. કરિયરમાં આગળ વધવાની તકો મળી શકે છે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. પ્રેમ સંબંધોમાં પરસ્પર વિશ્વાસ અને નિકટતા મજબૂત થશે. એકંદરે 11 ઓગસ્ટ સુધીનો સમય મકર રાશિના જાતકો માટે સુખ, સમૃદ્ધિ અને પ્રગતિના સંકેત આપી શકે છે.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ