બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:46 AM, 13 July 2026
1/7
અષાઢ માસના કૃષ્ણ પક્ષની આ અમાસને ભૌમવતી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન, તર્પણ અને ભગવાન હનુમાન તથા શિવજીની પૂજા કરવાથી અનેક શુભ ફળ મળે છે. ખાસ કરીને પિતૃદોષ, કાળસર્પ દોષ અને મંગળ દોષથી પીડિત લોકો માટે આ દિવસ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. આ વર્ષે અષાઢી અમાસ 14 જુલાઈ 2026ના રોજ ઉજવવામાં આવશે.
2/7
દ્રિક પંચાંગ અનુસાર અષાઢી અમાસની તિથિ 13 જુલાઈની સાંજે 6:50 વાગ્યે શરૂ થશે અને 14 જુલાઈના બપોરે 3:14 વાગ્યે પૂર્ણ થશે.આ દિવસે સ્નાન અને દાન માટેનો શુભ સમય સવારે 4:30 વાગ્યાથી શરૂ થઈ સવારે 5:32 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન કરવામાં આવેલા ધાર્મિક કાર્યોનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે.
3/7
અષાઢી અમાસના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ તાંબાના પાત્રમાં પાણી, ગંગાજળ, કાળા તલ, દૂધ અને કુશા લઈને દક્ષિણ દિશા તરફ મુખ રાખી પિતૃઓનું તર્પણ કરવું. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાનની આરાધના કરવી. મંગળવારનો સંયોગ હોવાથી હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે.
4/7
આ દિવસે પિતૃઓના નામે સાત્વિક ભોજન તૈયાર કરવું શુભ માનવામાં આવે છે. ભોજનનો એક ભાગ ગાય, કાગડો, કૂતરો, કીડીઓ અને જરૂરિયાતમંદ વ્યક્તિ માટે અલગ કાઢવો જોઈએ.ધાર્મિક માન્યતા મુજબ અમાસના દિવસે પિતૃઓ વિવિધ સ્વરૂપમાં આવીને અન્ન ગ્રહણ કરે છે. તેથી અન્નદાન અને તર્પણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપાયોથી પિતૃઓ પ્રસન્ન થઈ પરિવારને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
5/7
અષાઢી અમાસના દિવસે કરવામાં આવેલ દાનને અક્ષય પુણ્યદાયક માનવામાં આવે છે. આ દિવસે ઘઉં, ચોખા, સત્તુ, ફળ અને પાણીનું દાન કરી શકાય છે.આ ઉપરાંત કાળા તલ, છત્રી, ચંપલ, સુતરાઉ વસ્ત્રો અને જરૂરિયાતની અન્ય વસ્તુઓનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે. દાન કરતી વખતે શ્રદ્ધા અને સેવા ભાવ રાખવો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
6/7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જેમની કુંડળીમાં પિતૃદોષ હોય તેમના માટે અષાઢી અમાસ પર તર્પણ, પિંડદાન અને અન્નદાન ખૂબ અસરકારક ઉપાય માનવામાં આવે છે.અમાસના સ્વામી શનિદેવ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શનિની સાડાસાતી અને ઢૈય્યાના પ્રભાવમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ મંગળવારના સંયોગને કારણે રાહુ, કેતુ અને મંગળના અશુભ પ્રભાવોથી પણ રાહત મળવાની માન્યતા છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ