બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / નાસિક કુંભ મેળો 2027નો પ્રારંભ ક્યારે થશે? શાહી સ્નાનનું શેડ્યૂલ થયું જાહેર, જાણો ક્યારે લાગશે આસ્થાની પવિત્ર ડૂબકી
9 ફોટો ગેલેરી
Last Updated: 04:29 PM, 13 July 2026
1/9
ભારતનો મોટો ધાર્મિક નાસિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળો શરૂ શરુ થવાનો છે. જેમાં તેનું શીડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ મેળામાં દુનિયાભરના ભક્તો, સંતો, ઋષિઓ અને પ્રવાસીઓ કુંભ મેળામાં ભાગ લેવા માટે નાસિક પહોંચશે.જેમાં વહીવટીતંત્ર પણ આ વિશાળ કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયું છે.
2/9
આ વર્ષે, કુંભ મેળો 2026 ના છેલ્લા મહિનામાં શરૂ થશે, જ્યારે મુખ્ય ધાર્મિક કાર્યક્રમો અને અમૃત સ્નાન 2027 માં યોજાશે. આ સમગ્ર કાર્યક્રમ 24 જુલાઈ 2028 ના રોજ સમાપ્ત થશે. લગભગ બે વર્ષ લાંબા આ ધાર્મિક ઉત્સવ દરમિયાન લાખો ભક્તો ગોદાવરી નદીના પવિત્ર કિનારે પવિત્ર ડૂબકી લગાવશે.
3/9
4/9
5/9
કુંભ મેળાનું પહેલું અમૃત સ્નાન 2 ઓગસ્ટ 2027, બીજું અમૃત સ્નાન 31 ઓગસ્ટ 2027, ત્રીજું અમૃત સ્નાન (નાશિક) 11 સપ્ટેમ્બર 2027, ત્રીજુ અમૃત સ્નાન (ત્ર્યંબકેશ્વર) 12 સપ્ટેમ્બર 2027ના રોજ યોજાશે. જેમાં 24 જુલાઈ 2028 ના રોજ સમાપન થશે. જેમાં સિંહસ્થ કુંભ મેળાનું ઔપચારિક સમાપન સમારોહ સાથે સમાપન થશે.
6/9
આ વર્ષે નાસિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળામાં ભારત અને વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે માર્ગ, રેલ, એર કનેક્ટિવિટી, પાર્કિંગ, પીવાનું પાણી, મેડિકલ સર્વિસ, સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ અને સ્વચ્છતા સહિત તમામ બાબતે તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મહારાષ્ટ્ર સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર આ કાર્યક્રમની સફળતા સુનિશ્ચિત કરવા માટે અનેક વિકાસ પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ કરી રહ્યું છે.
7/9
નાસિક અને ત્ર્યંબકેશ્વરને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર તીર્થસ્થાન માનવામાં આવે છે. માન્યતા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન કળશમાંથી અમૃતના ટીપાં પડતાં આ સ્થળો કુંભ મેળાના ચાર મુખ્ય સ્થળોમાં સામેલ થયા હતા. ગોદાવરી નદીમાં સ્નાન કરવું, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા અને સંતોના સંગમાં રહેવું ખૂબ જ પુણ્યશાળી મનાય છે. આથી દર સિંહસ્થ કુંભમાં લાખો ભક્તો પવિત્ર સ્નાન કરવા માટે આવે છે.
8/9
આ મેળામાં ધ્વજારોહણ 31 ઓક્ટોબર 2026ના રોજ થશે. શહેર પરિક્રમા 29 જુલાઈ 2027ના રોજ યોજાશે. પહેલું અમૃત સ્નાન 2 ઓગસ્ટ 2027, બીજું અમૃત સ્નાન 31 ઓગસ્ટ 2027, ત્રીજું અમૃત સ્નાન (નાશિક) 11 સપ્ટેમ્બર 2027, ત્રીજુ અમૃત સ્નાન (ત્ર્યંબકેશ્વર) 12 સપ્ટેમ્બર 2027ના રોજ યોજાશે. અને 24 જુલાઈ 2028 ના રોજ સમાપન સમારોહ યોજાશે.
9/9
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ