બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઇબોલા વાયરસ ફરી ફેલાયો, આ દેશમાં 672 લોકોએ ગુમાવ્યા જીવ

Ebola / ઇબોલા વાયરસ ફરી ફેલાયો, આ દેશમાં 672 લોકોએ ગુમાવ્યા જીવ

Ajitsinh Jadeja

Last Updated: 05:26 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ebola Outbreak in Congo: રિપોર્ટ અનુસાર હાલમાં 763 દર્દીઓ હોસ્પિટલો અથવા આઇસોલેશન સેન્ટરોમાં દાખલ છે.

Ebola Outbreak in Congo: રિપોર્ટ અનુસાર હાલમાં 763 દર્દીઓ હોસ્પિટલો અથવા આઇસોલેશન સેન્ટરોમાં દાખલ છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે સારવાર કેન્દ્રોમાં ઉપલબ્ધ 95.1 ટકા બેડ ભરાઇ ગયા છે.

Ebola Outbreak in Congo: આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) માં ઇબોલા વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 1873 કેસ નોંધાયા છે, જ્યારે 672 લોકો મૃત્યુ પામ્યા છે. કેસોની વધતી સંખ્યાએ આરોગ્ય એજન્સીઓમાં ચિંતા વધારી છે, ખાસ કરીને કારણ કે વાયરસ હવે આરોગ્ય કર્મચારીઓને અસર કરી રહ્યો છે.

ઇબોલા પાંચ પ્રાંતોમાં ફેલાયો

આરોગ્યની માહીતી મુજબ ઇબોલા ચેપ મુખ્યત્વે ઇટુરી, ઉત્તર કિવુ, દક્ષિણ કિવુ, હાઉત-ઉએલે અને ત્શોપો (ત્શોપો) પ્રાંતોમાં ફેલાયો છે. હૌત-ઉલે અને ત્શોપોનો રાષ્ટ્રીય પરિસ્થિતિ અહેવાલમાં પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. નિષ્ણાતો કહે છે કે આ નવા વિસ્તારોમાં જોવા મળતા કેસ ઇટુરી પ્રાંતના સંક્રમણ કેન્દ્રથી લોકોની અવર જવર અને સંપર્ક સાથે જોડાયેલા છે.

હોસ્પિટલોમાં વધી ભીડ, 95% બેડ ભરેલ

અહેવાલ મુજબ હાલમાં 763 દર્દીઓ હોસ્પિટલો અથવા આઇસોલેશન સેન્ટરોમાં દાખલ છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે સારવાર કેન્દ્રોમાં ઉપલબ્ધ 95.1 ટકા પથારી ભરેલી છે. જોકે 306 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે, 299 શંકાસ્પદ કેસોમાં 91 મૃત્યુ નોંધાયા છે.

એક અમેરિકન સહાય કાર્યકરને પણ ચેપ લાગ્યો

ઇબોલા નિયંત્રણ કામગીરીમાં રોકાયેલા એક અમેરિકન સહાયતા કર્મી સંક્રમિત થતા સ્વાસ્થ્ય કર્મીઓની સલામતીને લઇ નવી ચિંતા ઉભી થઈ છે.

આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ જણાવ્યું હતું કે સંક્રમિત વય્ક્તિના સંપર્કોની ઓળખ, મહારમારી સંબંધી તપાસ અને સંક્રમણ જોખમનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યુ છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે ચેપ કેવી રીતે લાગ્યો છે.

આરોગ્ય કર્મી બની રહ્યા છે ભોગ

આફ્રિકન યુનિયનની સાર્વજનિક આરોગ્ય એજન્સી અનુસાર આ પ્રકોપ દરમિયાન અત્યાર સુધીમાં 112 આરોગ્યકરમી કાર્યકરો ઇબોલાથી સંક્રમિત થયા છે, અને 35 મૃત્યુ પામ્યા છે. આરોગ્ય એજન્સીઓ કહે છે કે ડોકટરો, નર્સો, સ્વયંસેવકો અને રાહતકર્મી અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં કામ કરી રહ્યા છે અને ચેપની સાંકળ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વિશ્વ / બેંગકોકના પબમાં ભીષણ આગનો કહેર, 27 લોકોના મોત, 63 ઘાયલ અને અનેક લોકો જીવતા દાઝ્યા

ઇબોલા વાયરસ શું છે?

ઇબોલા એક ગંભીર અને જીવલેણ વાયરલ રોગ છે જે ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરના પ્રવાહીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. તેના મુખ્ય લક્ષણોમાં ઉંચો તાવ, નબળાઇ, ઉલટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં આંતરિક અથવા બાહ્ય રક્તસ્રાવનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ebola in Congo Congo Ebola Cases Ebola Virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ