ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:45 AM, 12 July 2026
ADVERTISEMENT
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખુલ્લા લશ્કરી સંઘર્ષમાં પરિણમ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ આ અઠવાડિયે ઈરાન સામે ત્રીજા રાઉન્ડના હુમલાની પુષ્ટિ કરી છે. આ દરમિયાન, ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંના એક, હોર્મુઝ સ્ટ્રેટને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
ઈરાની મીડિયા અનુસાર, બંદર અબ્બાસ, સિરિક, ચાબહાર, બંદર-એ-ડેયર અને અસલુયેહ સહિત અનેક દરિયાકાંઠાના શહેરોમાં વિસ્ફોટ થયા છે. દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ મોજતબા ખામેનીએ તેમના પિતા અલી ખામેનીના મૃત્યુનો બદલો લેવાની તેમના સંકલ્પનું પુનરાવર્તન કર્યુ છે.
હોરમૂઝની સામુદ્રધુનીમાં વધતો તણાવ વૈશ્વિક તેલ પુરવઠા, દરિયાઈ વેપાર અને સમગ્ર મધ્ય પૂર્વની સુરક્ષા પર અસર કરી શકે છે.
ADVERTISEMENT
કતારમાં ઇમરજન્સી સુરક્ષા ઍલર્ટ
ખાડી ક્ષેત્રમાં વધતા જતા સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને કતારના આંતરિક મંત્રાલયે હાઈ ઍલર્ટ જાહેર કર્યું છે અને દેશમાં ખતરાનું સ્તર ઘણું ઊંચું હોવાનું જણાવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રવિવારે કતાર સરકારે દોહા સહિત દેશભરના નાગરિકો અને પ્રવાસીઓના મોબાઈલ પર એક ઈમરજન્સી સુરક્ષા મેસેજ મોકલ્યો છે. મંત્રાલયે લોકોને ખાસ અપીલ કરી છે કે કોઈ પણ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે અને હવાઈ હુમલાના સંભવિત જોખમથી બચવા માટે પોતાના ઘરો કે સુરક્ષિત સ્થળોએ જ રહે. આ દરમિયાન રાજધાની દોહામાં સ્થાનિક લોકો દ્વારા જોરદાર ધડાકાના અવાજો પણ સાંભળવા મળ્યા છે.
ADVERTISEMENT
UAE દ્વારા ઈરાનની મિસાઈલો અને ડ્રોન દ્વારા હવામાં વિસ્ફોટ
આ દરમિયાન યુનાઇટેડ આરબ એમિરેટ્સના સંરક્ષણ મંત્રી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે યુએઈના વિસ્તારોમાં જે વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા, તે વાસ્તવમાં ઈરાની મિસાઈલોને તોડી પાડવાનો અવાજ હતો. યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે દેશના અલગ-અલગ ભાગોમાં ઈરાન તરફથી છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઈલો, ક્રૂઝ મિસાઈલો અને આક્રમક ડ્રોનને હવામાં જ સફળતાપૂર્વક ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દીધા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી સ્પીડ બોટ પલટી, 15ના મોત, અનેક ગુમ
અન્ય ખાડી દેશોમાં પણ હડકંપ
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર ઈરાનના આ જવાબી હુમલા બાદ ખાડીના અન્ય અગ્રણી દેશોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કતાર અને યુએઈ ઉપરાંત કુવૈત, બહેરીન અને જોર્ડનમાં પણ મોટા ધડાકાના અવાજો સંભળાયા હોવાના અહેવાલો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા આ તમામ દેશો હાઈ ઍલર્ટ પર છે અને સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT