ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી સ્પીડ બોટ પલટી, 15ના મોત, અનેક ગુમ

વિશ્વ / વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી સ્પીડ બોટ પલટી, 15ના મોત, અનેક ગુમ

Published By: Kalpesh Kandoria

Last Updated: 06:03 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓને લઈ જતી હોડી પલટી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે

ADVERTISEMENT

હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે અહેવાલ આપ્યો છે કે શનિવારે વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક ઘણા ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક હોડી પલટી ગઈ હતી. રાહત અને બચાવની કામગીરી ચાલુ છે, એક કન્ટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો છે. દૂતાવાસે જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓ ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી રહ્યા છે. અહેવાલો મુજબ 32 લોકોને લઈ જઈ રહેલી સ્પીડ બોટ પલટી ગઈ હતી, જેમાથી 23ને દરિયાકાંઠે લાવવામાં આવ્યા છે, 15 લોકો મૃત્યુ પામ્યા છે, હજી અનેક લાપતા છે.

"એક દુ:ખદ ઘટનામાં, વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક ઘણા ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક હોડી પલટી ગઈ છે," દૂતાવાસે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. તેમાં ઉમેર્યું હતું કે માહિતી અને સહાય માટે હો ચી મિન્હ સિટીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને હનોઈમાં દૂતાવાસમાં કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે.

પ્રથમ કંટ્રોલ રૂમનો સંપર્ક આ નંબર પર કરી શકાય છે: +84 36 281 7930, +84 91 552 37 14 અને +84 33 452 0414. હનોઈમાં બીજા કંટ્રોલ રૂમનો સંપર્ક આ નંબર પર કરી શકાય છે: +84 91 308 9165.

સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, થોડા કલાકો પહેલાં વિયેતનામના ફૂ ક્વોક ટાપુ નજીક પલટી ગયેલી બોટમાં નીચે જણાવ્યા મુજબના 32 ભારતીય પ્રવાસીઓ સવાર હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Tourists Hanoi Indian Embassy Vietnam Boat Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ