બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાણકી વાવના નામે મોટી સિદ્ધિ, WOW એવોર્ડ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગાંધીનગર / રાણકી વાવના નામે મોટી સિદ્ધિ, WOW એવોર્ડ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

Vishal Khamar

Last Updated: 10:00 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ સ્થિત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 'રાણી કી વાવ' ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા WOW એવોર્ડ્સ એશિયા 2026માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

પાટણ સ્થિત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 'રાણી કી વાવ' ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા WOW એવોર્ડ્સ એશિયા 2026માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ "એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ – અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ" કેટેગરીમાં આપવામાં આવ્યો છે.

ભારતના સૌથી પ્રતિષ્ઠિત હેરિટેજ સ્મારકોમાં સ્થાન ધરાવતી રાણી કી વાવ દર વર્ષે મોટી સંખ્યામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, પ્રવાસીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ગુજરાત સરકારે આ સ્મારક ખાતે અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ સિસ્ટમનું કાયમી ઇન્સ્ટોલેશન પૂર્ણ કર્યું હતું.

આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ શો શરૂ થયો ત્યારથી નિયુક્ત એજન્સી આ શોના સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે. 12 જુલાઈ, 2026 સુધીમાં, 44,209થી વધુ મુલાકાતીઓ આ અદભુત પ્રોજેક્શન મેપિંગ શો નિહાળી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ ઊંઝાના જીરું અને વરિયાળીને GI ટેગ મળ્યો, નકલી મસાલાના વેચાણ પર લાગશે લગામ

અમલીકરણ એજન્સી દ્વારા આ પ્રોજેક્ટને WOW એવોર્ડ્સ એશિયા 2026માં નોમિનેશન માટે મોકલ્યા બાદ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન ગુજરાતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને દર્શાવવા માટે ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજીના નવીનતમ ઉપયોગને રેખાંકિત કરે છે, જે મુલાકાતીઓને એક આકર્ષક અને ઇમર્સિવ હેરિટેજ અનુભવ પ્રદાન કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WOW Awards Asia 2026 UNESCO World Heritage Site Rani Ki Vav Patan
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ