બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સેક્સ એજ્યુકેશનને પાઠ્યપુસ્તકોમાં સામેલ કરવવાની તૈયારી, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

નેશનલ / સેક્સ એજ્યુકેશનને પાઠ્યપુસ્તકોમાં સામેલ કરવવાની તૈયારી, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

Bijal Vyas

Last Updated: 01:22 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે દેશભરની શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને તે માટે કોર્ટની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

દેશમાં જાતીય શિક્ષણ અંગેની લાંબા સમયથી ચાલી આવતી ખચકાટ હવે સમાપ્ત થવાના આરે છે, કારણ કે સરકારે તેને શાળાના અભ્યાસક્રમનો ભાગ બનાવવાની તૈયારી કરી લીધી છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે, દેશભરની શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને કોર્ટની મંજૂરી મળ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે. એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચ સમક્ષ આ માહિતી રજૂ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં થઇ સુનવણી

સોમવારે સુપ્રીમ કોર્ટે કિશોરો વચ્ચેના પરસ્પર સંમતિથી બંધાયેલા રોમેન્ટિક સંબંધોના કિસ્સામાં POCSO કાયદાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં, 16 થી 18 વર્ષની વયના કિશોરો સંબંધ બાંધ્યા બાદ ઘર છોડી દે છે અને અભિભાવક સન્માનના નામ પર અપરાધિક કાર્યવાહી શરૂ કરે છે.

POCSO કાયદાના સંદર્ભમાં, પરસ્પર સંમતિથી જાતીય સંબંધો બાંધતા કિશોરોની ગોપનીયતાના અધિકારને લગતા મુદ્દાઓની તપાસ કરવા માટે કેન્દ્ર સરકારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અધિક સચિવના અધ્યક્ષપદ હેઠળ 26 સભ્યોની એક સમિતિની રચના કરી હતી.

પૈનલએ આપી સલાહ

સમિતિએ તેના રિપોર્ટમાં શાળાના અભ્યાસક્રમમાં વ્યાપક જાતીય શિક્ષણ અને બાળકોના જાતીય શોષણ જેવા વિષયોનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે. સમિતિએ એવી સલાહ આપી છે કે, NCERT આ અભ્યાસક્રમ તૈયાર કરે. એવી સલાહ આપવામાં આવી છે કે જાતીય શિક્ષણનો અમલ 'નવી શિક્ષણ નીતિ 2020' ને અનુરૂપ લાગુ કરવામાં આવવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ બંગાળમાં બોટ દુર્ઘટનામાં નવ માછીમારોના મોત, મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ વિષયો માટે પ્રાથમિક શાળાના સ્તરથી જ નિષ્ણાત શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને આ વિષયો માટે અઠવાડિયામાં બે વાર 20 મિનિટના ફરજિયાત વર્ગો યોજવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

india schools to get sex education centre informs supreme court
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ