બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / 16 વર્ષથી નાના વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા-AIના ઉપયોગ પર નિયંત્રણની તૈયારી
Last Updated: 02:33 PM, 14 July 2026
Gujarat Social Media Ban : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના 16 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધના નિર્ણયને સમર્થન આપ્યા બાદ ગુજરાત સરકાર પણ રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગને નિયંત્રિત કરવા માટે નીતિનો પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ADVERTISEMENT
રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં વધતા સ્ક્રીન ટાઈમ અને AI પર વધતી નિર્ભરતા તેમના માનસિક તેમજ શૈક્ષણિક વિકાસને અસર કરી રહી હોવાની ચિંતાને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સરકારની વિચારણા માત્ર સોશિયલ મીડિયા પૂરતી મર્યાદિત નથી. બાળકોમાં સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય, એકાગ્રતા અને વર્તન પર થતી નકારાત્મક અસરો અંગે અનેક અભ્યાસ થઈ ચૂક્યા છે. તેની સાથે હવે વિદ્યાર્થીઓમાં AI આધારિત સાધનો પર વધતી નિર્ભરતા પણ સરકારની ચિંતાનો વિષય બની છે.
16 વર્ષથી નાના વિદ્યાર્થીઓ માટે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 14, 2026
સોશિયલ મીડિયા પર આવશે નિયંત્રણ?
ગુજરાત સરકાર નવી નીતિ પર કરી રહી છે વિચારણા, શાળાના વિદ્યાર્થીઓ
માટે સોશિયલ મીડિયા અને AIના ઉપયોગ પર બની શકે માર્ગદર્શિકા
વધતા સ્ક્રીન ટાઈમ અને AI પરની નિર્ભરતા બન્યા ચિંતાનો વિષય
વિદ્યાર્થીઓના માનસિક અને શૈક્ષણિક… pic.twitter.com/f5ibvznLq0
ADVERTISEMENT
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ AIનો અતિશય ઉપયોગ વિદ્યાર્થીઓની સ્વતંત્ર રીતે વિચારવાની, તર્ક કરવાની અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતાને અસર કરી રહ્યો છે. તેથી, તે મુદ્દાનો પણ માર્ગદર્શિકા તૈયાર કરતી વખતે વિસ્તારથી અભ્યાસ કરવામાં આવશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા નિયંત્રણોના અમલીકરણમાં અનેક પડકારો છે. ખાસ કરીને ઘરે કોઈ વ્યક્તિગત મોબાઈલ અથવા અન્ય ઉપકરણ પર સોશિયલ મીડિયા બાળકો વાપરી રહ્યું છે કે પુખ્ત વ્યક્તિ, તેની અસરકારક દેખરેખ રાખવી સરળ નથી. તેથી અમલીકરણ માટેના તંત્ર અંગે ખૂબ જ વિચારપૂર્વક નિર્ણય લેવો પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.