ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / હવે અંબાલાલ પટેલ વરસાદની આગાહી નહીં કરે, કહ્યું ''સપોર્ટ મળશે તો...''

ગુજરાત / હવે અંબાલાલ પટેલ વરસાદની આગાહી નહીં કરે, કહ્યું ''સપોર્ટ મળશે તો...''

Published By: Nidhi Panchal

Last Updated: 01:42 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને જાણીતા અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે હાલ તેઓ વરસાદ અંગે કોઈ પણ પ્રકારની આગાહી કરવા માંગતા નથી અને તેના પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે.

ADVERTISEMENT

ગુજરાતમાં વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે હવે તેઓ હાલ માટે વરસાદ અંગે કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે. તેમની આ જાહેરાત બાદ રાજ્યભરમાં ફરી એકવાર ચર્ચાનો માહોલ સર્જાયો છે. વર્ષોથી અંબાલાલ પટેલ પોતાની પરંપરાગત પદ્ધતિ અને વૈદિક જ્ઞાનના આધારે હવામાન અંગે આગાહીઓ કરતા આવ્યા છે, જેને લઈને લોકોમાં હંમેશા ઉત્સુકતા રહેતી આવી છે.

Ambalal-Patel-Forecast

આક્ષેપો માત્ર તેમની વ્યક્તિ સામે નથી

તેમણે વધુમાં જણાવ્યું કે વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તેમને દુઃખ પહોંચાડનારા છે. તેમના જણાવ્યા મુજબ આવા આક્ષેપો માત્ર તેમની વ્યક્તિ સામે નથી પરંતુ પરંપરાગત વૈદિક જ્ઞાન અને આપણા ઋષિમુનીઓના જ્ઞાન પર કુઠારાઘાત સમાન છે. તેમણે કહ્યું કે સદીઓથી ચાલતી આવતી પરંપરાગત જ્ઞાન પદ્ધતિને આ રીતે પ્રશ્નોના ઘેરામાં મૂકવી યોગ્ય નથી.

તેઓ કોઈપણ પ્રકારના વિવાદમાં પડવા માંગતા નથી

અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારના વિવાદમાં પડવા માંગતા નથી. તેમના મતે વિવાદ કરતાં સમાજનું કલ્યાણ વધુ મહત્વનું છે. તેથી હાલની પરિસ્થિતિમાં તેઓ વરસાદ અંગે કોઈ પણ આગાહી કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે વિવાદો વચ્ચે આગાહી કરવી યોગ્ય નથી અને તેથી તેમણે થોડા સમય માટે આગાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

લોકોના સમર્થન અંગે પણ મહત્વની વાત

તેમણે લોકોના સમર્થન અંગે પણ મહત્વની વાત કરી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું કે જો તેમને લોકો તરફથી પૂરતું સમર્થન મળશે તો તેઓ ફરીથી વરસાદની આગાહી કરવાનો વિચાર કરશે. જોકે હાલની સ્થિતિમાં તેઓ કોઈપણ પ્રકારની આગાહી કરવા તૈયાર નથી. તેમના નિર્ણયને લઈને હવે લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચો : વાલીઓ સંતાનોને સાચવો! રમતા-રમતા 3 વર્ષનું બાળક પડ્યું પાણીની કુંડીમાં, થયું મોત

લોકોનો વિશ્વાસ અને સમર્થન મળશે તો તેઓ ફરીથી કરશે આગાહી

અંબાલાલ પટેલે ફરી એકવાર દોહરાવ્યું કે તેઓ લોકકલ્યાણ માટે આગાહી કરતા હતા અને ભવિષ્યમાં પણ જો અનુકૂળ પરિસ્થિતિ રહેશે તથા લોકોનો વિશ્વાસ અને સમર્થન મળશે તો તેઓ ફરીથી પોતાની આગાહીઓ શરૂ કરી શકે છે. પરંતુ હાલમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ વરસાદ અંગે કોઈ આગાહી કરવા માંગતા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Gujarat Weather Rain Forecast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ