બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'આખું ગુજરાત મને ઓળખે છે, વીડિયો બનાવવામાં શું ખોટું?' સ્કૂલ બહાર નાસ્તો વેચતાં 70 વર્ષનાં મંજુબા બન્યાં સોશિયલ મીડિયા સ્ટાર
Last Updated: 02:06 PM, 13 July 2026
"આમાં કંઈ ખરાબ છે? વીડિયો વાયરલ થયો તો એમાં શું ખોટું છે? આખું ગુજરાત મને ઓળખે છે. હવે લોકો મારો વીડિયો બનાવે તેના કરતાં હું જ બનાવીને મૂકી દઉં. મારે ક્યાં રૂપિયા કમાવા છે? મારું ગુજરાન તો મારી દુકાનથી સારી રીતે ચાલે છે." આ શબ્દો છે રાજકોટની 70 વર્ષીય મંજુબેનના, જેમનો સ્કોર્પિયો કારમાં બનાવેલો રીલ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વાયરલ વીડિયો બાદ મંજુબેને VTV સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે આ વીડિયો કોઈ પૂર્વ આયોજન હેઠળ બનાવવામાં આવ્યો નહોતો. "મેં તો માત્ર ગાડીમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું કહ્યું હતું. ગાડીનું બારણું ખુલ્યું અને પછી વીડિયો બની ગયો. આમાં કોઈ પ્લાનિંગ નહોતું."
ADVERTISEMENT
મંજુબેન રાજકોટમાં સ્કૂલ બહાર નાસ્તો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ કહે છે કે ઉંમર ભલે 70 વર્ષની થઈ ગઈ હોય, પરંતુ કામ કરવાનું અને મસ્તીથી જીવવાનું આજે પણ તેમને એટલું જ ગમે છે. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવે છે અને લોકોમાં પહેલાથી જ જાણીતા છે.
ADVERTISEMENT
"આખું ગુજરાત મને ઓળખે છે. કોઈ બીજો મારો વીડિયો બનાવીને મૂકે તેના કરતાં હું જ બનાવી દઉં. મારે સોશિયલ મીડિયામાંથી રૂપિયા નથી કમાવા. મારું ગુજરાન તો મારી દુકાનથી સારી રીતે ચાલે છે."
ADVERTISEMENT
ADVERTISEMENT
મંજુબેન કહે છે કે તેઓ એકલા રહે છે. પરિવારમાં તેમની એક દીકરી છે જે સાસરે રહે છે અને બે ભાઈઓ છે. પરિવાર તરફથી કોઈ કામ કરવાની ફરજ નથી, છતાં તેઓ પોતાની મહેનતથી જીવવાનું પસંદ કરે છે. "મને કોઈ કામ કરવાનું કહેતા નથી, છતાં હું મહેનત કરીને જીવવાનું પસંદ કરું છું. આ ઉંમરે આખું ગુજરાત મને ઓળખે છે, એનાથી મોટી ખુશીની વાત બીજી શું હોય?"
આ પણ વાંચો : હવે અંબાલાલ પટેલ વરસાદની આગાહી નહીં કરે, કહ્યું ''સપોર્ટ મળશે તો...''
રાજકોટના આ વાયરલ વીડિયોએ એક અલગ જ સંદેશ આપ્યો છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર યુવાનોના સ્ટંટ ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ મંજુબેને સાબિત કર્યું કે જીવન જીવવાનો ઉત્સાહ ઉંમર સાથે ઓછો થતો નથી. જો મનમાં જુસ્સો અને આત્મવિશ્વાસ હોય તો 70 વર્ષની ઉંમર પણ માત્ર એક આંકડો બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.