બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 12 વર્ષના માસૂમ પર ભારે પડ્યો ભણતરનો ભાર, બેસી ગયો મુંબઈ જતી ટ્રેનમાં અને પછી...!
Last Updated: 06:26 PM, 14 July 2026
સુરત શહેરમાં બાળકો પર વધતા ભણતર અને પરીક્ષાના દબાણને ઉજાગર કરતી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. વેસુ સ્થિત જાણીતી એસ.ડી. જૈન સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરતો 12 વર્ષનો વિદ્યાર્થી ટ્યુશન ક્લાસમાંથી રહસ્યમય રીતે ગુમ થઈ જતાં પરિવાર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે વરાછા પોલીસે ઝડપી તપાસ હાથ ધરીને મહારાષ્ટ્રના દહાણું રોડ રેલવે સ્ટેશન પરથી બાળકને સુરક્ષિત શોધી કાઢ્યો હતો.
ADVERTISEMENT
ટ્યુશનમાંથી નીકળ્યા બાદ ગુમ થયો વિદ્યાર્થી
મૂળ અમરેલી જિલ્લાના અને હાલમાં સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક કારખાનેદારે 12 જુલાઈની સવારે પોતાના પુત્ર અને પુત્રીને સાધના સોસાયટી સ્થિત ટ્યુશન ક્લાસમાં મૂક્યા હતા. ટ્યુશન દરમિયાન વિદ્યાર્થી બાથરૂમ જવાનું કહીને બહાર ગયો હતો, પરંતુ લાંબા સમય સુધી પરત ન ફરતા ટ્યુશન શિક્ષકે પરિવારને જાણ કરી હતી. પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી છતાં કોઈ ભાળ ન મળતાં વરાછા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
150થી વધુ CCTV ફૂટેજની તપાસ
ફરિયાદ મળતાં જ પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટ્યુશન ક્લાસથી લઈને મુખ્ય માર્ગો અને રેલવે સ્ટેશન સુધીના 150થી વધુ CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં વિદ્યાર્થી રેલવે સ્ટેશન તરફ જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની વિગતો અને ફોટોગ્રાફ રેલવે પોલીસ (GRP) અને રેલવે સુરક્ષા દળ (RPF)ને મોકલી સર્ચ ઓપરેશન શરૂ કરાવ્યું હતું.
ADVERTISEMENT
દહાણું રોડ રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત મળી આવ્યો
ADVERTISEMENT
રેલવે પોલીસે મુંબઈ તરફ જતી ટ્રેનો અને વિવિધ સ્ટેશનો પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહારાષ્ટ્રના દહાણું રોડ રેલવે સ્ટેશન પર વિદ્યાર્થી એકલો બેઠેલો મળી આવ્યો હતો. રેલવે પોલીસે બાળકને સુરક્ષિત કસ્ટડીમાં લઈને વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. બાળક સુરક્ષિત રીતે સુરત પહોંચતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો અને ભાવુક દ્રશ્યો સર્જાયા.
ભણતરનું દબાણ અને એકલતાની લાગણી બની કારણ
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ વિદ્યાર્થી ગણિત અને અંગ્રેજી વિષયમાં સારો હતો, પરંતુ અન્ય વિષયોમાં તેને ખાસ રસ નહોતો. આગામી પરીક્ષાઓને લઈને તે છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતો. સતત હોમવર્ક, અભ્યાસનું દબાણ અને પરિવારની અપેક્ષાઓને કારણે તે માનસિક રીતે પરેશાન અનુભવતો હતો.
ઉપરાંત, અગાઉ સંયુક્ત પરિવારમાં રહેતો વિદ્યાર્થી થોડા સમયથી માતા-પિતા સાથે અલગ રહેતો હોવાથી દાદા-દાદીથી દૂર થવાની લાગણી પણ અનુભવી રહ્યો હતો. સ્કૂલમાં રમતગમત જેવી પ્રવૃત્તિઓ માટે પૂરતી તક ન મળતી હોવાની નિરાશા પણ તેના મનમાં હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીએ લગભગ 15 દિવસ અગાઉ ઘર છોડવાનો વિચાર બનાવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ વિરૂદ્ધ ભાજપ એક્શનમાં, બોલાવ્યા કમલમ
સમાજ માટે ચેતવણીરૂપ ઘટના
આ સમગ્ર ઘટના માત્ર એક બાળકના ગુમ થવાની નથી, પરંતુ આજના સમયમાં વિદ્યાર્થીઓ પર વધતા શૈક્ષણિક દબાણ, સતત સ્પર્ધા અને માનસિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત દર્શાવે છે. નિષ્ણાતોના મતે માતા-પિતા, શિક્ષકો અને શાળાઓએ બાળકો સાથે સતત સંવાદ રાખવો, તેમની લાગણીઓને સમજવી અને અભ્યાસ સાથે રમતગમત તથા અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવું જરૂરી છે, જેથી બાળકો પર અનાવશ્યક તણાવ ન સર્જાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.