બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વરસાદને લઇ અમદાવાદીઓ માટે માઠા સમાચાર, હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
5 ફોટો ગેલેરી
Last Updated: 04:17 PM, 14 July 2026
1/5
અમદાવાદમાં સારા વરસાદની રાહ હજુ યથાવત છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ રાજ્યમાં કોઈ નોંધપાત્ર વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. આગામી સાત દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે, જ્યારે 16 જુલાઈએ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે અત્યાર સુધી જિલ્લામાં સામાન્ય સરેરાશની સરખામણીએ અંદાજે 25 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે સારા વરસાદની રાહ હજુ પણ યથાવત છે.
2/5
ગુજરાતમાં આજે 14 જુલાઈ, 2026ના રોજ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા ઓછી હોવાથી સામાન્ય રીતે શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના છે.
3/5
15 જુલાઈ 2026ના રોજ રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ સહિતના ઉત્તર અને પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહિવત્ હોવાનું અનુમાન છે, જેના કારણે ત્યાં ગરમી અને ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે.
4/5
16થી 20 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાનની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને ખેડૂતો તેમજ નાગરિકોને હવામાનની તાજી માહિતી પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
5/5
હવામાન વિભાગના તાજા વિશ્લેષણ અનુસાર ચોમાસાની ટ્રફ લાઇન હાલમાં શ્રી ગંગાનગર, હિસાર, મુરાદાબાદ, ગોરખપુર, મુઝફ્ફરપુર અને બાલુરઘાટ થઈને પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મણિપુર સુધી વિસ્તરેલી છે. બીજી તરફ મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 3.1 કિમી ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે સક્રિય છે, જ્યારે મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પવનો સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી ઊંચાઈએ પ્રવર્તી રહ્યા છે. આ ઉપરાંત પ્રદેશમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમી પવનો સતત ફૂંકાઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં ચોમાસાની પ્રવૃત્તિ યથાવત રહેવાની અને કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ