બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખોવાઇ ગયું છે Blue Aadhaar? તો આ રીતે ઘરે બેઠાં જ કરો મોબાઈલમાં ડાઉનલોડ

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / ખોવાઇ ગયું છે Blue Aadhaar? તો આ રીતે ઘરે બેઠાં જ કરો મોબાઈલમાં ડાઉનલોડ

Last Updated: 05:03 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પુખ્ત નાગરિકોની માફક બાળકોના આધાર કાર્ડનું પણ મહત્વ છે. જેમાં શાળા પ્રવેશથી લઇ શિષ્યવૃત્તિ સુધીના કામ માટે આ ડોક્યુમેન્ટ માંગમાં આવે છે. જો તે ખોવાઈ જાય તો શું કરવું?

1/7

photoStories-logo

1. બાલ આધાર

બાલ આધાર આજકાલ પુખ્ત વયના લોકોના આધાર કાર્ડ જેટલું જ મહત્વનું અને જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. જેમાં શાળામાં પ્રવેશ, સરકારી યોજનાઓના લાભ, બેંક ખાતું ખોલવું વગેરે અનેક સેવાઓ માટે બાળકનું આધાર જરૂરી બન્યું છે.જો બ્લુ આધાર કાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય કે જરૂર પડે ત્યારે મળતું ન હોય તો માતા-પિતાની મુશ્કેલી વધી જાય છે. પરંતુ જો તમારી પાસે બાળકનો આધાર નંબર, એનરોલમેન્ટ આઈડી (EID) કે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તો થોડા સરળ પગલાંમાં તમે ડુપ્લિકેટ બાલ આધાર સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શું છે Blue Aadhaar??

Blue આધારને બાલ આધાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી કરવામાં આવતું આધાર કાર્ડ છે. આ કાર્ડમાં બાળકના ફિંગરપ્રિન્ટ અને આઈરિસ જેવા બાયોમેટ્રિક ડેટા લેવામાં આવતા નથી. કેમ કે નાની ઉંમરમાં બાળકોના બાયોમેટ્રિક્સમાં વારંવાર ફેરફાર થતા રહે છે. જેમાં બાળક 5 વર્ષનું થાય ત્યારે પ્રથમ બાયોમેટ્રિક અપડેટ અને 15 વર્ષનું થાય ત્યારે બીજું અપડેટ કરાવવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. આ કામોમાં બાલ આધાર સૌથી વધુ જરૂરી

બાલ આધાર હવે અનેક મહત્વના કાર્યો માટે જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. મોટાભાગની શાળાઓ પ્રવેશ વખતે બાળકનો આધાર માંગે છે. આ સિવાય સરકારી શિષ્યવૃત્તિ, સુકન્યા સમૃદ્ધિ યોજના, બેંક ખાતું ખોલવું, પાસપોર્ટ બનાવવો, આયુષ્માન ભારત જેવી આરોગ્ય યોજનાઓ અને અન્ય સરકારી સુવિધાઓ મેળવવા માટે પણ તેની જરૂર પડે છે. જો જરૂરના સમયે કાર્ડ ન મળતું હોય તો તેને ઓનલાઈન ડાઉનલોડ કરીને તરત જ યુઝ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. UIDAI વેબસાઈટ પરથી કરો ડાઉનલોડ

બાળકનો Blue આધાર ખોવાઈ જાય તો સૌથી સરળ રસ્તો UIDAIની વેબસાઈટ પરથી e-Aadhaar ડાઉનલોડ કરવાનો છે. એના માટે myAadhaar પોર્ટલ પર જાઓ, Download Aadhaar વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ બાળકનો આધાર નંબર, EID કે VID દાખલ કરો. જેમાં કેપ્ચા ભરીને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ OTP નાખો. વેરિફિકેશન પૂરૂ થતાં જ PDF ડાઉનલોડ થઈ જશે. આ e-Aadhaar સંપૂર્ણરીતે માન્ય છે અને તેને પ્રિન્ટ કરીને પણ વાપરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. mAadhaar એપથી કરો ડાઉનલોડ

Google Play Store કે Apple App Store પરથી mAadhaar એપ ડાઉનલોડ કરો. એપમાં લોગિન કરીને બાળકની આધાર પ્રોફાઈલ એડ કરો. જેમાં OTP વેરિફિકેશન પછી તમે આધારની ડિજિટલ કોપી મોબાઈલમાં સુરક્ષિત રાખી શકો છો. જ્યારે જરૂર પડે ત્યારે તેને સરળતાથી બતાવી કે ડાઉનલોડ કરી શકાય છે. આથી વારંવાર પ્રિન્ટેડ કોપી સાથે રાખવાની જરૂર પણ નથી પડતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ડાઉનલોડ કરેલ PDFનો પાસવર્ડ

UIDAIમાંથી ડાઉનલોડ કરેલ e-Aadhaar પાસવર્ડથી સુરક્ષિત હોય છે જેથી અનધિકૃત વ્યક્તિ તેને ન ખોલી શકે. જેનો પાસવર્ડ બનાવવું ખૂબ જ સરળ છે એના માટે નામના પહેલા ચાર અક્ષર (મોટા અક્ષરમાં) અને જન્મ વર્ષ (YYYY) જોડવાનું હોય છે. ઉદાહરણ તરીકે નામ Nirav અને જન્મ વર્ષ 2022 હોય તો પાસવર્ડ NIRA2022 બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. આધાર નંબર યાદ ન હોય તો શું કરવું?

જો આધાર નંબર કે ID યાદ ન હોય તો પણ ચિંતાની કોઈ જરૂર નથી. જેમાં UIDAI વેબસાઈટ પર Retrieve Lost UID/EID ઓપ્શન મળે છે. ત્યાં બાળકનું નામ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કે ઈમેઈલ આઈડી દાખલ કરીને OTP વેરિફાઈ કરો. ત્યારબાદ આધાર નંબર કે EID તમારા મોબાઈલ પર મોકલી આપવામાં આવશે, જેનાથી તમે સરળતાથી e-Aadhaar ડાઉનલોડ કરી શકશો. આ રીતે તમે ઘરે બેઠા જ બાળકનો આધાર તૈયાર રાખી શકો છો અને સ્કૂલ એડમિશન કે બીજા કામોમાં અડચણ નહીં આવે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Blue Aadhaar BAAL Aadhaar Aadhaar lost
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ