બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ વિરૂદ્ધ ભાજપ એક્શનમાં, બોલાવ્યા કમલમ

ગાંધીનગર / પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ વિરૂદ્ધ ભાજપ એક્શનમાં, બોલાવ્યા કમલમ

Vishal Khamar

Last Updated: 05:11 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ કાર્યાલય કમલમમાં શિસ્ત સમિતીની બેઠક મળી હતી. પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર નેતાઓ અને ફરિયાદ કરનારને કમલમ્ બોલાવ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા તેજ બની છે. આ મુદ્દે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે શિસ્ત સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે ફરિયાદો સામે આવેલા નેતાઓ તેમજ ફરિયાદ કરનાર પક્ષકારોને કમલમ ખાતે બોલાવી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી. શિસ્ત સમિતિએ બંને પક્ષની દલીલો અને ઉપલબ્ધ માહિતીના આધારે સમગ્ર મામલે વિગતવાર ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ વિરોધી કામગીરીમાં સંડોવાયેલા વ્યક્તિઓ અંગે શિસ્ત સમિતિ દ્વારા વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ ભાજપના પ્રદેશ પ્રમુખને સોંપવામાં આવશે, જેના આધારે સંબંધિત નેતાઓ સામે યોગ્ય શિસ્તાત્મક કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પમ વાંચોઃ વરસાદને લઇ અમદાવાદીઓ માટે માઠા સમાચાર, હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ભાજપના સૂત્રોનું કહેવું છે કે પક્ષની શિસ્ત અને સંગઠનની એકતા જાળવવા માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. શિસ્ત સમિતિના અહેવાલ બાદ જે નેતાઓ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપો પ્રમાણિત થશે, તેમની સામે પક્ષના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

anti-party activities BJP Gujarat BJP disciplinary committee
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ