બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આવતીકાલથી લાગુ થશે ભારત-યુકે ટ્રેડ એગ્રીમેન્ટ! ઘટશે બ્રિટિશ વ્હીસ્કીથી લઇને વિદેશી કારની કસ્ટમ ડ્યૂટી

બિઝનેસ / આવતીકાલથી લાગુ થશે ભારત-યુકે ટ્રેડ એગ્રીમેન્ટ! ઘટશે બ્રિટિશ વ્હીસ્કીથી લઇને વિદેશી કારની કસ્ટમ ડ્યૂટી

Nirav Kumar

Last Updated: 09:11 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-યુકે વચ્ચેનો કરાર ભારતીય નિકાસકારો, MSME અને IT પ્રોફેશનલ્સ માટે વિકાસનો નવો મોકો ઉભો કરશે. આ ડીલ 15 જુલાઈ 2026 થી અમલમાં આવશે

25 જુલાઈ 2025ના રોજ લંડનમાં હસ્તાક્ષર કરાયેલો ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) 15 જુલાઈ 2026 થી સત્તાવાર રીતે અમલમાં આવશે. આ કરાર ભારતીય નિકાસના 99%ને યુકે બજારમાં ડ્યુટી-ફ્રી (શૂન્ય ટેરિફ) પ્રવેશ આપશે અને બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ તેમજ સેવાઓના ક્ષેત્રમાં નવા દ્વાર ખોલશે.

ઓટોમોબાઈલ સેક્ટરમાં ઐતિહાસિક ટેરિફ ઘટાડોઆ કરાર હેઠળ ભારત પ્રથમ વખત સંપૂર્ણરીતે બિલ્ટ-અપ (CBU) વિદેશી પેસેન્જર કાર અને ટ્રક પર આયાત ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત થયું છે. બ્રિટિશ કાર પરનો 110%નો કર ધીમે ધીમે ઘટાડીને 10 % કરવામાં આવશે (ક્વોટા સિસ્ટમ હેઠળ). પેટ્રોલ અને ડીઝલ કાર માટે આ રાહત તાત્કાલિક અમલમાં આવશે, જ્યારે સ્થાનિક ઉદ્યોગને સુરક્ષા આપવા માટે ઇલેક્ટ્રિક (EV), હાઇબ્રિડ અને હાઇડ્રોજન વાહનો માટે છઠ્ઠા વર્ષથી છૂટ મળશે. બદલામાં, યુકે ભારતીય ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને પણ પસંદગીનો પ્રવેશ આપશે.

  • પ્રીમિયમ વિદેશી દારૂ

આ કરાર અમલમાં આવતાં ભારતમાં પ્રીમિયમ વિદેશી આલ્કોહોલની આયાત સસ્તી થશે. સ્કોચ વ્હિસ્કી, જિન, વોડકા, રમ અને અન્ય સ્પિરિટ્સ પરની આયાત ડ્યુટી પહેલા વર્ષમાં 150%થી ઘટીને 75% થશે અને 10મા વર્ષ સુધીમાં 40% સુધી ઘટાડવામાં આવશે. આ છૂટ ફ્રી મીનીમમ કિંમતની જરૂરિયાતો પૂરી કરતી બ્રાન્ડ્સને જ લાગુ પડશે.

  • IT સેક્ટર

ભારતીય નિકાસકારો અને IT સેક્ટર માટે મોટી તકોઆ કરારથી ભારતના લેબર ઇન્સેટીવ ક્ષેત્રોને વિશેષ લાભ મળશે. કપડાં, ફૂટવેર, કાપડ, પ્રોસેસ્ડ ફૂડ, હસ્તકલા, દરિયાઈ ઉત્પાદનો અને અન્ય ઘણી વસ્તુઓ પર યુકેમાં અગાઉના 4-16%ના ટેરિફ હવે ઝીરો થઈ જશે. તો IT અને સેવા ક્ષેત્રને વધુ લાભ મળશે. ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન હેઠળ યુકેમાં અસ્થાયી રૂપે કામ કરતા ભારતીય કર્મચારીઓ માટે 5 વર્ષ સુધી સામાજિક સુરક્ષા યોગદાનમાંથી મુક્તિ મળશે. આ સિવાય ભારતીય કંપનીઓ હવે યુકેના 40000થી વધુ સરકારી કરારોમાં બોલી લગાવી શકશે.

વધુ વાંચો : 1 લાખના સીધા 87 લાખ! કૉન્ડોમ બનાવનારી કંપનીએ કર્યા માલામાલ

આ કરાર સફરજન, અખરોટ, ગોલ્ડ બાર, સ્માર્ટફોન અને અબીજા ન્ય સંવેદનશીલ ઉત્પાદનોને કર મુક્તિમાંથી બાકાત રાખીને સ્થાનિક ઇન્ડસ્ટ્રીનું રક્ષણ કરે છે. ભારતે પેટન્ટ સમયગાળા વિસ્તારવાની માંગણીઓને નકારી કાઢી છે, જેથી કટોકટીમાં સસ્તી દવાઓના ઉત્પાદનના અધિકારનું રક્ષણ થાય. સ્ટીલ જેવા ક્ષેત્રોમાં પણ ભારતે યોગ્ય ક્વોટા અને સુરક્ષા મેળવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India-UK Agreement zero tariff Trade Agreement
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ