બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતની ધમાકેદાર શરૂઆત: પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને ધૂળ ચટાવી, ગિલ અને અક્ષર પટેલ જીતના હીરો
Last Updated: 11:27 PM, 14 July 2026
આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી ગુમાવ્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમે વનડે ફોર્મેટમાં ધમાકેદાર વાપસી કરી છે. બર્મિંગહામના ઐતિહાસિક એજબેસ્ટન મેદાન પર રમાયેલી ત્રણ વનડે મેચોની શ્રેણીની પ્રથમ રોમાંચક મેચમાં ભારતે યજમાન ઈંગ્લેન્ડને 6 વિકેટથી પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે સીરિઝમાં 1-0 ની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે અને ટીમમાં એક નવો ઉત્સાહ ઉમેરાયો છે.
ADVERTISEMENT
Job completely done in style ✅#TeamIndia cruise to a 6️⃣-wicket victory to take a 1-0 lead in the ODI series 💙
— BCCI (@BCCI) July 14, 2026
Scorecard ▶️ https://t.co/2sg194tpxH #TeamIndia | #ENGvIND pic.twitter.com/PnUDkcVLyr
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીતના સૌથી મોટા હીરો ઓલરાઉન્ડર અક્ષર પટેલ રહ્યા, જેઓ ક્રિકેટ ચાહકોમાં 'બાપુ' તરીકે પ્રખ્યાત છે. તેમણે પ્રથમ બોલિંગમાં ઈંગ્લેન્ડની કમર તોડતા 4 wickets ઝડપી હતી અને ત્યારબાદ મુશ્કેલ ક્ષણોમાં બેટિંગ કરવા આવીને 57 રનની અણનમ અને મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.
Axar Patel brings up his half-century in style.
— BCCI (@BCCI) July 14, 2026
A boundary to get to his 4th ODI FIFTY! 👏👏
Live - https://t.co/Hven15ywKn #ENGvIND pic.twitter.com/VLV1WYBfBO
ADVERTISEMENT
મેચમાં ટોસ જીતીને ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભારતીય બોલિંગ આક્રમણ સામે ઈંગ્લેન્ડની આખી ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સ્ટાર બેટર જો રૂટે અણનમ 76 રન અને લિયામ ડોસને 68 રનની લડાયક ઈનિંગ રમી હતી. બંને વચ્ચે 7th wicket માટે મહત્વપૂર્ણ 121 રનની ભાગીદારી થઈ હતી. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બ્રારે 2-2 વિકેટ જ્યારે જસપ્રિત બુમરાહ અને શિવમ દુબેએ 1-1 વિકેટ મેળવી હતી.
પ્રથમ વિકેટ જેકબ બેથેલ (14) ના રૂપમાં 13મી ઓવરમાં પડી. તે ગુરનૂર બ્રારની ઓવરમાં વોશિંગ્ટન સુંદરના હાથે કેચ આઉટ થયો. ગુરનૂર બ્રારે આ જ ઓવરમાં સેટ બેટર બેન ડકેટ (43) ને પણ આઉટ કરી બીજો ઝટકો આપ્યો. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલે જસપ્રિત બુમરાહને બોલિંગ પર લાવ્યા અને બુમરાહે 14મી ઓવરના પહેલા જ બોલ પર હેરી બ્રુક (1) ને આઉટ કર્યો. વનડે ક્રિકેટમાં આ બુમરાહની 150મી વિકેટ હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ ઘાતક બોલિંગ કરતા જોસ બટલર (5) અને સેમ કરન (0) ને સતત ઓવરોમાં આઉટ કરી ઈંગ્લેન્ડનો સ્કોર ખોરવી નાખ્યો. શિવમ દુબેએ વિલ જેક્સ (20) ને કેએલ રાહુલના અદભુત કેચની મદદથી આઉટ કર્યો, જે ઓગસ્ટ 2024 પછી વનડે ક્રિકેટમાં દુબેની પ્રથમ વિકેટ હતી. અંતમાં જોફ્રા આર્ચર (12), આદિલ રશીદ (1) અને જોશ ટંગ (0) ને અક્ષર પટેલે પેવેલિયન ભેગા કરી ઈંગ્લેન્ડની ઈનિંગ સમેટી લીધી હતી.
ADVERTISEMENT
Captain Shubman Gill is retired hurt on 80 runs.#ENGvIND pic.twitter.com/zK4oCKZ3Gu
— BCCI (@BCCI) July 14, 2026
ADVERTISEMENT
259 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર રોહિત શર્મા 21 બોલમાં માત્ર 11 રન બનાવી સેમ કરનની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી પણ માત્ર 5 રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. એક સમયે ભારતનો સ્કોર 48/2 થઈ ગયો હતો. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે બાજી સંભાળી હતી. જોકે, ગિલ અણનમ 80 રન બનાવીને રમતા હતા ત્યારે અચાનક સ્નાયુ ખેંચાવાને કારણે (Retired Hurt) થઈને મેદાનની બહાર જવું પડ્યું હતું. ગિલ ગયા બાદ શ્રેયસ અય્યર પણ 35 રન બનાવી રનઆઉટ થયો અને કેએલ રાહુલ માત્ર 1 રન બનાવી આઉટ થઈ ગયો.
ADVERTISEMENT
પરંતુ 160/4 ના સ્કોર પર ટીમ ઈન્ડિયા જ્યારે સંકટમાં હતી, ત્યારે અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર તારણહાર બન્યા હતા. બંનેએ શાનદાર અણનમ અડધી સદીઓ ફટકારીને ભારતને 28 બોલ બાકી રહેતા જ જીત અપાવી દીધી હતી. અક્ષર પટેલે 57* રન અને વોશિંગ્ટન સુંદરે અણનમ 52* રન બનાવ્યા હતા. સુંદરે વિજયી છગ્ગો ફટકારીને મેચ પૂરી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.