બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:37 PM, 14 July 2026
ગિરનાર પર થોડા દિવસો પહેલા બાળક પર સિંહના હુમલાની દુઃખદ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. ઘટનાને ગંભીરતાથી લઈ વન અને પર્યાવરણ મંત્રી દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રાળુઓની સુરક્ષા અને સિંહોના સંરક્ષણ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.સરકારે દાતારના સીડી વિસ્તારમાં નવા 25 ટ્રેકરો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકપોસ્ટ ઉભી કરાશે અને જરૂર જણાય ત્યાં ટ્રેકરોની સંખ્યામાં વધુ વધારો પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
યાત્રાળુઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે એસઓપી તૈયાર કરવામાં આવશે, જ્યારે દાતાર સીડી વિસ્તારને સાયલન્સ ઝોન જાહેર કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સિંહોને પજવવાના અથવા છંછેડવાના બનાવો સામે હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. જંગલી પ્રાણીઓ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારનું માનવું છે કે યાત્રાળુઓની સુરક્ષા સાથે વન્યજીવોની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.
ADVERTISEMENT
પ્રવાસીએ સરકારના નિર્ણયને આવકારતા કહ્યું કે ઘટના અત્યંત દુઃખદ હતી, પરંતુ હવે ટ્રેકરોની સંખ્યા વધારવામાં આવી હોવાથી યાત્રાળુઓ વધુ સુરક્ષિત અનુભવશે. તેમણે પ્રવાસીઓને પણ અપીલ કરી કે સિંહ દેખાય તો દૂર રહેવું અને તેની પજવણી ન કરવી.
સિંહની નજીક જઈ વીડિયો કે રીલ બનાવવા જેવી બેદરકારી ટાળવી
ADVERTISEMENT
પ્રવાસી ભરતભાઈ પટેલે જણાવ્યું કે સોશિયલ મીડિયા માટે સિંહની નજીક જઈ વીડિયો કે રીલ બનાવવા જેવી બેદરકારી ટાળવી જોઈએ. તેમણે કહ્યું કે વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં શાંતિથી રહેવા દેવા જોઈએ અને સરકાર દ્વારા વધારાયેલા ટ્રેકરો તથા સુરક્ષા વ્યવસ્થાને સકારાત્મક પગલું ગણાવ્યું.
ભવિષ્યમાં પણ ટ્રેકરોની સંખ્યા વધારવાની માંગ
ADVERTISEMENT
પ્રવાસી કલ્પનાએ જણાવ્યું કે બાળક પર થયેલો હુમલો ખૂબ જ દુઃખદ હતો અને તે બાદ પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે સરકાર દ્વારા વધારાયેલા ટ્રેકરો અને સુરક્ષા વ્યવસ્થાથી હવે વિશ્વાસ વધ્યો છે. તેમણે ભવિષ્યમાં પણ ટ્રેકરોની સંખ્યા વધારવાની માંગ કરી.
આ પણ વાંચોઃ ''આતંકીઓને ખૂણે-ખૂણેથી...'', રથયાત્રા પૂર્વે ઝડપાયેલા ટેરરિસ્ટ વિશે હર્ષ સંઘવીનું મોટું નિવેદન
ADVERTISEMENT
સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું પ્રવાસીઓએ સ્વાગત કર્યું
ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું પ્રવાસીઓએ સ્વાગત કર્યું છે. જોકે સરકારની વ્યવસ્થાની સાથે પ્રવાસીઓ પણ જવાબદારીપૂર્વક વર્તે, વન્યજીવોને પજવવાથી દૂર રહે અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરે, તો આવી દુઃખદ ઘટનાઓને ટાળી શકાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.