બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધારા કડીવાર હ*ત્યા કેસમાં સૂરજ ભૂવાજી સહિત 5 આરોપીને આજીવન કેદની સજા

જૂનાગઢ / ધારા કડીવાર હ*ત્યા કેસમાં સૂરજ ભૂવાજી સહિત 5 આરોપીને આજીવન કેદની સજા

Ajitsinh Jadeja

Last Updated: 08:33 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagarh News: જૂનાગઢના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. સૂરજ ભૂવાજી સહિત 5 લોકોને જૂનાગઢ સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

જૂનાગઢના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં સુરજ ભુવાજી સહિત પાંચ લોકોને જેલની સજા ફટકારવામાં આવી છે. જૂનાગઢ સેસન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. સમગ્ર મામલો જોઇએ તો સૂરજ સોલંકી જૂનાગઢમાં રહેતો અને લોકોને દોરા-ધાગા અને કેટલીક વિધિ કરતો હતો. તે સોશિયલ મીડિયાના માધ્યમથી ધારા નામની 22 વર્ષની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો.

સુરજ ભુવાજી સાથે ધારા લિવઈનમાં રહેતી હતી. સૂરજ ભૂવાજી પોતે પરણિત હતો અને ધારા સાથે વારંવાર ઝઘડા થતા હતા. સૂરજ ભૂવાજીએ અન્ય લોકોની મદદ લઈ ધારાને ગળેટૂંપો આપી હત્યા કરી હતી. હત્યા બાદ અમદાવાદ નજીક એક વાડીમાં પુરાવાનો નાશ કરવા લાશ સળગાવી હતી.

નોધનીય છે કે, ધારા, સુરજ ભુવાજી (સુરજ સોલંકી) અને મીત શાહ રાત્રે ચોટીલા ખાતે ભોજન કર્યું હતું. જે બાદ ધારાને ફોસલાવી સુરજ અને મીત ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી.

VTV Digital 1

આ પણ વાંચોઃ ગુજરાત / 6 અઠવાડિયામાં પુર્ણ કરાશે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ

આ દરમિયાન કારની પાછળની શીટમાં બેઠેલા મીત શાહે દુપટાથી ધારાને ગળાટૂપો દઈને હત્યા કરી હતી. આ સમયે અન્ય આરોપીએ પણ હત્યા કરવામાં મદદ કરી હતી અને ધારાના મૃતદેહને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ આ આરોપીએ સૂકા લાકડા, ઘાસ એકઠુ કરીને તેના પર ધારાનો મૃતદેહ મૂકી તેના પર પેટ્રોલ છાંટીને ધારાનો મૃતદેહ સળગાવી દીધો હતો. જે બાદ આ ધારા ફરાર થઈ હોવાનુ નાટક કર્યુ હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suraj Bhuvaji Junagarh News Junagarh Sessions Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ