બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સોનમ વાંગચુકના ઉપવાસ તોડાવવાની માંગ, હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસેથી માંગ્યો જવાબ

નેશનલ / સોનમ વાંગચુકના ઉપવાસ તોડાવવાની માંગ, હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસેથી માંગ્યો જવાબ

Ajitsinh Jadeja

Last Updated: 09:11 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi News: દિલ્હી હાઈકોર્ટે છેલ્લા સત્તર દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના ઉપવાસ અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે.

Delhi News: દિલ્હી હાઈકોર્ટે છેલ્લા સત્તર દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના ઉપવાસ અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે. વકીલ રાકેશ કુમાર સૈનીએ વાંગચુકના ઉપવાસ સમાપ્ત કરવાની માંગ કરતી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેની સુનાવણી કરતી વખતે કોર્ટે આ નોટિસ ફટકારી હતી.

સોનમ વાંગચુક શિક્ષણ ક્ષેત્રમાં અન્ય ગેરરીતિઓને લઇ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે ભૂખ હડતાળ પર છે. હાઈકોર્ટ આ મામલાની સુનાવણી આવતીકાલે 16 જુલાઈના કરશે. કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારના વકીલોને આ મામલે તેમના સૂચનો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે અરજદારને કેન્દ્ર અને દિલ્હી સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને અરજીની નકલ પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો.

અરજીમાં જણાવાયું છે કે સોનમ વાંગચુક 17 દિવસથી ભૂખ હડતાળ પર છે અને તેમની તબિયત લથડી રહી છે. તેથી કેન્દ્ર અને દિલ્હી સરકારોને તેમને હોસ્પિટલમાં લઈ જવા અને બળજબરીથી ખાવાનું આપવું જોઈએ. જો તેઓ વધુ સમય સુધી ભૂખ હડતાળ ચાલુ રાખશે તો એક કે બે દિવસમાં તેમનું મૃત્યુ થઈ શકે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ PM-KISAN ના 24મા હપ્તાની રાહ પૂરી! ખાતામાં પૈસા ક્યારે આવશે? જાણો

સોનમ વાંગચુકે 28 જૂનના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને ત્યારથી તેઓ ભૂખ હડતાળ પર છે. આ દરમિયાન તેમનું વજન આશરે 8.5 કિલો ઘટી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં તેમનું વજન 400 ગ્રામ ઘટ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi High Court Delhi News Sonam Wangchuk
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ