બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''ત્રીજું બાળક થવાના કારણે...'', સુપ્રીમ કોર્ટનું સખ્ત વલણ, કહ્યું ''દેશ બદલાઇ ગયો''

નેશનલ / ''ત્રીજું બાળક થવાના કારણે...'', સુપ્રીમ કોર્ટનું સખ્ત વલણ, કહ્યું ''દેશ બદલાઇ ગયો''

Nirav Kumar

Last Updated: 05:16 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટના જજે એક સુનાવણીમાં ચૂંટણી લડવા માટેના બે બાળકોના નિયમને હટાવી લેવાની વાત કહી છે. જેમાં તેમને કહ્યું કે, આ પોલીસી નકામી છે અને તેની અસરકારકતા પણ નથી.

સુપ્રીમ કોર્ટે પંચાયત તેમજ બીજી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં બે બાળકોના નિયમને ચાલુ રાખવાની માન્યતા પર સખત સવાલ ઉઠાવ્યા છે. જેમાં કોર્ટે કહ્યું કે વસ્તી વૃદ્ધિને રોકવા માટે બનાવવામાં આવેલી આ નીતિ હવે ભારતમાં ઘટતા પ્રજનન દરને જોતાં પોતાનો હેતુ પૂરો કરી ચૂકી છે.

ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને ન્યાયાધીશ આલોક અરાધેની બેન્ચે મહારાષ્ટ્રના એક સરપંચને ત્રીજા બાળકને કારણે ગેરલાયક ઠેરવવાના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આ વાત કહી છે. જેમાં બેન્ચે કહ્યું કે તેઓ રાજ્યોના કાયદામાં આવા નિયમોને જાળવી રાખવા પાછળના તર્કની વિગતવાર તપાસ કરવા તૈયાર છે. આ મામલે સીનીયર વકીલ રુક્મિણી બોબડેને એમિકસ ક્યુરી તરીકે મદદ માટે અપીલ કરી છે.

ન્યાયાધીશ નરસિંહાએ 2003ના સુપ્રીમ કોર્ટના જાવેદ vs હરિયાણા રાજ્યના ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું, આ કેવી નકામી નીતિ છે? આ કેસમાં પુનર્વિચાર કરવાની જરૂર છે. દેશ બદલાઈ ગયો છે.”કોર્ટે નોંધ્યું કે છેલ્લા બે દાયકામાં ભારતની વસ્તી વિષયક પરિસ્થિતિમાં ભારે ફેરફાર આવ્યો છે. હાલમાં દેશનો કુલ પ્રજનન દર 1.7ની આસપાસ છે, જ્યારે કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ દર વિશ્વના અનેક વિકસિત દેશો કરતાં પણ ઓછો છે. બેન્ચે વધુમાં કહ્યું, “વર્તમાન સંજોગોમાં વસ્તી ઘટાડવા માટે આ નીતિ ચાલુ રાખવી સંપૂર્ણ અયોગ્ય અને ગેરકાયદેસર હોઈ શકે છે.”

ન્યાયાધીશ નરસિંહાએ કહ્યું કે આજકાલ ત્રણ બાળકો હોવા એક સામાન્ય વાત બની ગઈ છે. તેમને ભારપૂર્વક જણાવ્યું, “અમારી પેઢીમાં ત્રણ બાળકો હોવા દુર્લભ હતું, પરંતુ હવે તે સામાન્ય છે. આ નીતિએ પોતાની અસરકારકતા ગુમાવી દીધી છે. તેને તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ. વિરોધી ઉમેદવારો તેનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. અમે આ નીતિ અંગે ચિંતિત છીએ.”

વધુ વાંચો : તિરુપતિ મંદિરમાં VIP આરતી પર વિવાદ, MP-MLA કરશે પહેલી આરતી, CMના નિર્ણયથી નારાજગી

કેસનું બેકગ્રાઉન્ડ

આ સુનાવણી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સરપંચ મંગલા ભીમરાવ ઇંગલેની અરજી પર થઈ રહી છે. તેઓ મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત અધિનિયમ-1959ની કલમ 14(1)(j-1) હેઠળ ગેરલાયક ઠરાવવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારી રહ્યા છે. આ નિયમ અનુસાર બે કરતાં વધુ બાળકો હોય તેવા વ્યક્તિને પંચાયત સભ્ય અથવા સરપંચની ચૂંટણી લડવા કે પદ પર રહેવા પર પ્રતિબંધ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Justice Narasimha two-child rule
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ